જૂનાગઢમાં ભાજપના જવાહર ચાવડા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એકસાથે જોવા મળ્યા છે. પ્રથમ વખત બંને એકસાથે દેખાયા છે. સોભાવડલા ગામ ખાતેના જાહેર કાર્યક્રમમાં બંને હાજર રહ્યા હતા. મંદિરના નવનિર્માણ કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા. બંને સાથે દેખાતા રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ થયો છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ તેમાંગોપાલ ઇટાલિયાની આમ આદમી પાર્ટી (AAP)નો દેખાવ ઘણો સારો રહ્યો છે. તેમાં સૌરાષ્ટ્રમાં આપે સારો દેખાવ કર્યો તેની પાછળ જવાહર ચાવડાનો હાથ હોવાનું માનવામાં આવે છે. આના કારણે ભાજપમાં પણ ખાસ્સો ગણગણાટ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકર અને જૂનાગઢની સાવજ ડેરીના સેક્રેટરી દિનેશ ખટારિયા તો રીતસરના તેમની સામે પડ્યા છે. તેમણે ત્યાં પક્ષના નબળા દેખાવ માટે જવાહર ચાવડાને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે જવાહર ચાવડાએ પીઠ પાછળ ખંજર ભોંક્યું છે. આ મામલો છેક હાઈ કમાન્ડ સુધી ગયો છે. હાલમાં હાઈ કમાન્ડે અત્યાર સુધી કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ આગામી દિવસોમાં આ મામલો હાથ પર લેવામાં આવી શકે છે. જો કે જવાહર ચાવડાએ કયા પ્રકારની પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી છે તેની ચકાસણી ચોક્કસ કરાશે. ફક્ત આક્ષેપના આધારે પગલાં નહી લેવાય. તેના પુરાવા મળી જાય તેના પછી તેમને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવીને કાર્યવાહી કરવામાં આવશે, જે પક્ષના દરેક સભ્ય માટેની સામાન્ય પ્રક્રિયા છે.
BJP and AAP Leaders Spotted Together in Junagadh, Fueling Speculation
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.