રાજકોટ : વર્ષ ૨૦૨૬ના પ્રારંભિક મહિનામાં જ એક મોટી ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. આગામી ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ફાલ્ગુન અમાવસ્યાના પવિત્ર દિવસે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, સૂર્યગ્રહણ હંમેશા માનવ જીવન અને પૃથ્વી પર ઊંડી અસર છોડે છે. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી અહીં સૂતક કાળના નિયમો પાળવા ફરજિયાત નથી, પરંતુ ગ્રહોની ચાલમાં થતો ફેરફાર તમામ ૧૨ રાશિઓ પર પ્રભાવ પાડશે.ભારતીય સમય અનુસાર, આ સૂર્યગ્રહણ ૧૭ ફેબ્રુઆરીએ સાંજે ૫:૨૬ વાગ્યે શરૂ થશે અને રાત્રે ૭:૫૭ વાગ્યે પૂર્ણ થશે. જ્યોતિષીઓના મતે, આ ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્રની જે યુતિ સર્જાશે તે કેટલીક રાશિઓ માટે 'ભાગ્યોદય' લાવશે, તો કેટલીક રાશિઓએ આર્થિક અને સ્વાસ્થ્ય બાબતે અત્યંત સાવચેત રહેવું પડશે. ખાસ કરીને ૬ રાશિના જાતકો માટે આ સમયગાળો મિશ્ર ફળદાયી અથવા સંઘર્ષમય રહી શકે છે.સૂર્યગ્રહણના પડછાયા હેઠળ મેષ, સિંહ અને ધન જેવી અગ્નિ તત્વની રાશિઓ માટે પ્રગતિના નવા દ્વાર ખૂલી શકે છે. જ્યારે બીજી તરફ, જે રાશિના ગ્રહો નબળા છે તેમણે વાદ-વિવાદથી દૂર રહેવું અને રોકાણ કરતા પહેલા દસ વાર વિચારવું હિતાવહ છે. ગ્રહણના સમયગાળા દરમિયાન મંત્રોચ્ચાર અને દાનનું સવિશેષ મહત્વ રહેલું છે, જેનાથી નકારાત્મક અસરોને ઓછી કરી શકાય છે.
2026માં સૂર્યગ્રહણઃ દૂરગામી અસરો સાથે એક આકાશી ઘટના
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.