નવી દિલ્હી: ભારત જ્યારે વર્ષ 2036 માં ઓલિમ્પિકના યજમાન બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (ITA) ના વડા બેન્જામિન કોહેને લાલબત્તી ધરી છે. ITA અનુસાર, જો ભારતને વિશ્વની આ સૌથી મોટી સ્પર્ધાનું આયોજન કરવું હોય, તો તેના એન્ટી-ડોપિંગ માળખામાં ક્રાંતિકારી સુધારા કરવા અનિવાર્ય છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડા અત્યંત ડરામણા છે; 2022 માં 48 કેસ સાથે ભારત બીજા ક્રમે હતું, જે 2024 માં વધીને 71 કેસ સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. આ પરિસ્થિતિ ભારતની રમતગમતની છબી પર ગંભીર સવાલ ઉભા કરી રહી છે.ITA વડાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ભારતમાં ડોપિંગ ટેસ્ટ પૂર્વે ખેલાડીઓને અગાઉથી સૂચના મળી જતી હોવાના અહેવાલો છે, જેના કારણે અનેક ખેલાડીઓ નમૂના આપવાનું ટાળીને ભાગી જાય છે. તાજેતરમાં ઇટાલીમાં યોજાયેલા વિન્ટર ઓલિમ્પિક દરમિયાન ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) અને નાડા (NADA) ના અધિકારીઓ સાથેની બેઠકમાં આ બાબતે ગંભીર ચર્ચાઓ થઈ હતી. જોકે, ભારતીય તંત્રમાં ITA જેવી સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે જોડાવા માટે હજુ પણ થોડો પ્રતિકાર જોવા મળી રહ્યો છે, કારણ કે તેને સ્થાનિક સ્તરે 'સિસ્ટમની નિષ્ફળતા' તરીકે જોવામાં આવવાનો ડર સતાવી રહ્યો છે.વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (WADA) ના પ્રમુખ વિટોલ્ડ બેંકાએ પણ તાજેતરમાં નવી દિલ્હીમાં ટિપ્પણી કરી હતી કે ભારત સ્ટેરોઇડ્સ અને પ્રતિબંધિત દવાઓનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક છે, જેના પ્રત્યે કોઈ આંખ આડા કાન કરી શકે તેમ નથી. અમદાવાદમાં 2030 ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ના ઓલિમ્પિક માટેની બોલીને ધ્યાનમાં રાખીને ભારત પાસે હવે પોતાની સિસ્ટમ પારદર્શક બનાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દોહા જેવા મજબૂત દાવેદારો સામે સ્પર્ધામાં ટકી રહેવા માટે ભારતે રોકાણની સાથે સાથે ખેલાડીઓમાં નૈતિકતા અને કડક દેખરેખનું વાતાવરણ ઊભું કરવું પડશે.
2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતે ડોપિંગ વિરોધી માળખામાં ફેરફાર કરવો પડશેઃ આઇ. ટી. એ. પ્રમુખે ચેતવણી આપી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.