(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૪: જેતપુરના ટાકુડીપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી રૂ. ૪૫ હજારના ગાંજા સાથે મહિલાને શહેર પોલીસે ઝડપી લઇ ત્રણ સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી. શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એ ડી પરમાર ના માર્ગદર્શન હેઠળ રાણાભાઇ વકાતર,ભગીરથસિંહ જાડેજા પેટ્રોલિંગમાં નીકળેલ દરમ્યાન ચોકસ બાતમી મળેલ કે ટાકુડીપરા વિસ્તારમાં રહેતી મહિલા તેના રહેણાંક મકાનમાં વનસ્પતિજન્ય ગાંજો રાખતી હોય જેથી પી આઈ એ ડી પરમારે રેડ કરવા અંગેની તમામ કાર્યવાહી કરાવી સ્ટાફના જશુબેન,રવજીભાઈ હાપલીયા,અમિતભાઈ સિદ્ધપરા,વિરેન્દ્રસિંહ રાઠોડ,લાખુભા રાઠોડ,મહેશભાઈ તેમજ સરકારી પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યા બાવાવાળાપરા,સહકારી મંડળી પાસે આવેલ રહેણાંક મકાન કે જેમાં શરદબેન દિનેશભાઈ લુણાગરિયા રહે છે તેમાં રેડ કરતાં રૂમ માંથી કાળા તેમજ સફેદ ઝબલા માંથી વનસ્પતિ જન્ય ગાંજો ૯૪૫ ગ્રામ કિંમત રૂ. ૪૫,૭૦૦ ના મુદામાલ સાથે મહિલા શરદબેન દિનેશભાઈ લણાગરિયા ને પકડી પાડી ગાંજા અંગે પૂછપરછ કરતા તે ગાંજો તેના પ્રેમી ના પિતા હનીફ સતારભાઈ રફાઈ એ વિરપુર ના કોઈ સાધુ પાસે થી લાવી આપેલ હોવાનું જણાવતા પોલીસે શરદબેન લણાગરિયા,હનીફ રફાઈ,અજાણ્યા વિરુદ્ધ એન ડી પી એસ કલમ ૮સી,બી૨૦,૨ એ,૨૯ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
45, 000ના ગાંજા સાથે જેતપુર પોલીસે મહિલાની ધરપકડ કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.