Achira News Logo
Achira News

CBSEએ ધોરણ 6માં 2026-27 શૈક્ષણિક સત્રથી ત્રીજી ભાષા ફરજિયાત બનાવી

Akila News
CBSEએ ધોરણ 6માં 2026-27 શૈક્ષણિક સત્રથી ત્રીજી ભાષા ફરજિયાત બનાવી
Full News
Share:

નવી દિલ્હી, તા.૦૫: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ દેશભરની પોતાની તમામ સંલગ્ન શાળાઓ માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે. રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું (NCF-SE) ૨૦૨૩ ના આધારે, હવે શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ થી ધોરણ ૬ માં 'ત્રીજી ભાષા' (R3) શીખવવી ફરજિયાત રહેશે. બોર્ડે તમામ શાળાઓને ૩૧ મે ૨૦૨૬ સુધીમાં તેમની પસંદગીની ત્રીજી ભાષાની વિગતો ઓસિસ (Oasis) પોર્ટલ પર અપડેટ કરવા આદેશ આપ્યો છે.શું છે થ્રી-લેંગ્વેજ ફોર્મ્યુલા?CBSE એ સ્પષ્ટ કર્યું છે કે શાળાઓમાં હવે ત્રણ ભાષાની ફોર્મ્યુલા (R1, R2, R3) લાગુ કરવામાં આવશે. આ નિયમ મુજબ:• વિદ્યાર્થીઓએ કુલ ત્રણ ભાષાઓ ભણવી પડશે.• આ ત્રણમાંથી ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી ફરજિયાત છે.• જે શાળાઓએ હજુ સુધી બે ભારતીય ભાષાનો વિકલ્પ અમલમાં મૂક્યો નથી, તેમણે ૧ જુલાઈ ૨૦૨૬ થી આ વ્યવસ્થા શરૂ કરવી જ પડશે.પુસ્તકો અને અભ્યાસક્રમબોર્ડના જણાવ્યા અનુસાર, બંધારણની યાદીમાં સામેલ ભાષાઓ માટે NCERT અને CBSE ની વેબસાઇટ પર ૧ જુલાઈ ૨૦૨૬ પહેલા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. જો કોઈ શાળા આ યાદી બહારની કોઈ ભાષા પસંદ કરે છે, તો તેણે રાજ્ય સરકાર અથવા SCERT દ્વારા માન્ય પુસ્તકોનો ઉપયોગ કરવાનો રહેશે, પરંતુ શીખવાના પરિણામો (Learning Outcomes) રાષ્ટ્રીય અભ્યાસક્રમ મુજબના જ હોવા જોઈએ.શાળાઓ માટે છેલ્લી તકઘણી શાળાઓએ હજુ સુધી પોર્ટલ પર ભાષાની પસંદગી અપલોડ કરી નથી અથવા તો નીતિ મુજબના વિકલ્પો પસંદ કર્યા નથી. બોર્ડે આવી શાળાઓને ચેતવણી આપી છે કે જો ૩૧ મે સુધીમાં પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. બોર્ડની પ્રાદેશિક કચેરીઓ આ પ્રક્રિયા પર સતત દેખરેખ રાખશે અને જરૂર પડ્યે શાળાઓને માર્ગદર્શન પૂરું પાડશે.આ નિર્ણયથી વિદ્યાર્થીઓને પ્રાદેશિક અને રાષ્ટ્રીય ભાષાઓનું વધુ સારું જ્ઞાન મળશે અને દેશની વિવિધ ભાષાઓ પ્રત્યે જાગૃતિ વધશે તેવું શિક્ષણવિદોનું માનવું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

CBSEએ ધોરણ 6માં 2026-27 શૈક્ષણિક સત્રથી ત્રીજી ભાષા ફરજિયાત બનાવી | Achira News