મુંબઈ :આઈપીએલ ૨૦૨૬ની સિઝન તેના સૌથી નિર્ણાયક વળાંક પર આવી પહોંચી છે. ટુર્નામેન્ટની બે દિગ્ગજ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ પોઈન્ટ ટેબલના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હાલમાં પંજાબ કિંગ્સ 8 મેચમાંથી 6 વિજય મેળવી 13 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. જ્યારે આશ્ચર્યજનક રીતે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિઝન દુઃસ્વપ્ન જેવી સાબિત થઈ છે, જે 9 મેચમાં માત્ર 2 જીત સાથે 9મા ક્રમે ફેંકાઈ ગયું છે. મુંબઈનો નેગેટિવ રન રેટ અને નબળું પ્રદર્શન હવે તેમને પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર કરી રહ્યું છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત પણ કંઈ બહુ સારી નથી. ચેન્નાઈ 9 મેચમાં 8 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે અને તેમને ટોપ-4માં જગ્યા બનાવવા માટે હવે કિંગ મેકરની ભૂમિકા ભજવવી પડશે. જોકે, તેમનો નેટ રન રેટ દિલ્હી કેપિટલ્સ કરતા થોડો સારો હોવાથી તેમને નજીવી રાહત મળી છે. દિલ્હી 9 મેચમાં 8 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે, પરંતુ તેમનો -0.895 નો રન રેટ પ્લેઓફના સમીકરણો બગાડી શકે છે. હાલના તબક્કે ગુજરાત ટાઇટન્સ 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને રહીને ટોપની ચાર ટીમો પર દબાણ બનાવી રહ્યું છે. પોઈન્ટ ટેબલના તળિયે નજર કરીએ તો કોલકાતા નાઈટ રાઈડર્સ 8મા અને લખનૌ સુપર જાયન્ટ્સ 10મા સ્થાને સંઘર્ષ કરી રહ્યા છે. લખનૌની ટીમ 8 મેચમાં માત્ર 4 પોઈન્ટ મેળવી શકી છે, જેના કારણે તેમનો આગળનો રસ્તો અત્યંત કપરો બન્યો છે. હવે પછીના મુકાબલાઓમાં પંજાબ, બેંગ્લોર, હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમો પ્લેઓફ માટે પ્રબળ દાવેદાર જણાય છે. આગામી અઠવાડિયું આઈપીએલના ઈતિહાસનું સૌથી રસાકસીભર્યું સાબિત થશે, જેમાં એક પણ હાર મુંબઈ કે ચેન્નાઈ જેવી જાયન્ટ ટીમોના સપનાઓને રોળી શકે છે.
IPL 2026: પંજાબ કિંગ્સની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કિંગમેકરની ભૂમિકા ભજવી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.