Achira News Logo
Achira News

WPL એલિમિનેટરઃ ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ-કોણ ફાઇનલમાં પહોંચશે?

Akila News
WPL એલિમિનેટરઃ ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ-કોણ ફાઇનલમાં પહોંચશે?
Full News
Share:

વડોદરા:સંસ્કારી નગરી વડોદરામાં આજે ક્રિકેટ પ્રેમીઓ માટે ઉત્સાહનો માહોલ છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની મહત્વપૂર્ણ એલિમિનેટર મેચ આજે સાંજે07:30વાગ્યે વડોદરાના કોટંબી સ્થિતBCAસ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં યજમાન ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો જેમીમાહ રોડ્રિગ્સની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ સામે થશે. બંને ટીમો માટે આ મેચ'કરો અથવા મરો'સમાન છે,કારણ કે હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે. ફાઈનલની ટિકિટ કોને મળશે? આજની મેચમાં જે ટીમ વિજયી બનશે તે સીધી ગુરુવારે રમાનારી ફાઈનલમાં પ્રવેશ કરશે. ફાઈનલમાં તેમની ટક્કર સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)સામે થશે. ઉલ્લેખનીય છે કે, RCBની ટીમ લીગ સ્ટેજમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને પહેલાથી જ ફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂકી છે. કેવું છે બંને ટીમોનું પ્રદર્શન?

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

WPL એલિમિનેટરઃ ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ-કોણ ફાઇનલમાં પહોંચશે? | Achira News