ભરૂચના ચાવજ વિસ્તારમાં આવેલા રંગૂન હોલ ખાતે બીજા 'ઓલ ઇન્ડિયા પીજન શો'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કબૂતર પાલકોને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ અનોખા મેળામાં દેશના વિવિધ રાજ્યોમાંથી પક્ષી પ્રેમીઓ ઉમટી પડ્ વિવિધ રાજ્યના દુર્લભ જાતિના કબૂતરઆ શોમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોના કબૂતર પાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રદર્શનમાં કુલ 14 અલગ-અલગ બ્રીડના અંદાજે 450 જેટલા આકર્ષક કબૂતરો રજૂ કરવામાં આવ્યા હતા. કઈ કઈ બ્રીડના કબૂતર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ મૂલ્યાંકનપ્રદર્શનમાં રજૂ કરાયેલા કબૂતરોનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું હતું. પક્ષીઓની જાતિ, શારીરિક બંધારણ, પાંખોની રંગછટા, સુંદરતા અને તેમના સ્વાસ્થ્યના કડક માપદંડોને આધારે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ દેખાવ કરનારા કબૂતરોના માલિકોને પુરસ્કાર અને સન્માન પત્ર આપી નવાજવામાં આવ્યા હતા. નિષ્ણાતો દ્વારા માર્ગદર્શનમાત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ આ પ્રસંગે આયોજકો દ્વારા કબૂતર પાલન વિશે શૈક્ષણિક સત્ર પણ યોજાયું હતું. જેમાં પક્ષીઓનો યોગ્ય આહાર, રસીકરણ, અને સ્વાસ્થ્ય સંભાળ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે અને પશુ-પક્ષી સંરક્ષણ માટે સામાજિક જવાબદારી વધે તેવો રહ્યો હતો. સ્થાનિક નગરજનો અને પક્ષી પ્રેમીઓની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે આ આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આયોજક સમિતિએ કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન માટે સઘન પ્રયાસો કર્યા હતા.
અખિલ ભારતીય કબૂતર પ્રદર્શન પક્ષી ઉછેર અને જાગૃતિને પ્રોત્સાહન આપે છે
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.