Achira News Logo
Achira News

અગરિયાઓએ કઠિન પરિસ્થિતિઓ છતાં રણમાં મીઠાનું ઉત્પાદન ચાલુ રાખ્યું

Akila News
અગરિયાઓએ કઠિન પરિસ્થિતિઓ છતાં રણમાં મીઠાનું ઉત્પાદન ચાલુ રાખ્યું
Full News
Share:

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૦: સુરેન્‍દ્રનગર જિલ્લાના ખારાઘોડા નિમકનગર કુડા સહિતના વિસ્‍તારોમાં અગરિયાઓ મીઠું પકવી અને પોતાનું જીવન ધોરણ ચલાવે છે ત્‍યારે ધાંગધ્રા પાટડી સહિતના વિસ્‍તારોમાં ૨૫૦૦ થી વધુ અગરિયાઓ પોતાના પરિવાર સાથે રણમાં જઈ અને મીઠું ઉત્‍પાદન કરવાની કામગીરી કરી રહ્યા છે અને હાલમાં મીઠું ઉત્‍પાદિત થઈ ગયું હોવાના કારણે રણમાંથી મીઠું બહાર ખેંચવાની સિઝન પણ ચાલી રહી છે તેવા સમયે જ વરસાદ વરસતા મીઠાના ઉત્‍પાદનને વ્‍યાપક નુકસાન થયું છે અને મીઠાનું ઉત્‍પાદન અને ક્‍વોલિટી ખરાબ થવાની સંભાવના વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. અગરિયાઓ જ્‍યારે મીઠું પકવતા હોય ત્‍યારે પાણીની રણમાં જરૂર પડતી હોય ત્‍યારે આ પાણી જમીનમાંથી ખેંચવા માટે સોલર પેનલનો ઉપયોગ અગરિયાઓ કરતા હોય છે અને સરકાર દ્વારા પણ સોલાર પેનલ અગરિયાઓને રણમાં સબસીડી મારફતે નાખી દેવામાં આવી છે પરંતુ ભારે પવન અને વરસાદના કારણે અગરિયાઓની સોલાર પેનલ પણ તૂટી જવા પામી છે અને સોલાર પેનલને ભારે નુકસાન થતાં હાલમાં પાણી ખેંચવાની કામગીરી પણ બંધ રહેવા પામી છે સોલર પેનલ તૂટી જતા પ્રત્‍યેક અગરિયાઓને ૨૦ થી ૨૫ હજાર રૂપિયાનું નુકસાન થયું છે ત્‍યારે બીજી તરફ વાવાઝોડાના કારણે રણની માટી છે તે પણ મીઠાના ઉત્‍પાદનમાં પડી ગઈ છે એટલે ઉત્‍પાદિત મીઠામાં માટીનું પ્રમાણ વધી ગયું છે જેને લઇને નુકસાન જાવાની ભીતિ ઉભી થઈ છે. વાવાઝોડાની પરિસ્‍થિતિમાં રણના અગરિયાઓના ઝુંપડા પણ તૂટી ગયા છે સૌથી વધુ ખારાઘોડા અને નિમકનગર વિસ્‍તારમાં નુકસાન છે ત્‍યારે તંત્ર દ્વારા અગરિયાઓની વચ્‍ચે જઈ અને તેમનું નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવે અને નુકસાન અંગે સર્વે કરી સરકારને રિપોર્ટ સોંપી અને અગરિયાઓને પણ નુકસાન અંગેનું વળતર મળે અને સહાય પેકેજ જાહેર કરે તેવી અગરિયા અને અગરિયા આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે. અગરિયાઓની ૦૪ મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્‍યું છે સરકાર અગરિયાઓની વ્‍હારે આવે તેવી માંગ - વિક્રમ રબારી મીઠું ખરીદનાર વેપારી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અગરિયાઓએ કઠિન પરિસ્થિતિઓ છતાં રણમાં મીઠાનું ઉત્પાદન ચાલુ રાખ્યું | Achira News