Achira News Logo
Achira News

અચાનક હવામાનમાં ફેરફાર ભાવનગર જિલ્લામાં હવા લાવે છે

Akila News
અચાનક હવામાનમાં ફેરફાર ભાવનગર જિલ્લામાં હવા લાવે છે
Full News
Share:

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૦: ભાવનગર શહેર સહિત સમગ્ર જિલ્લાના ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્‍યો હતો. સાંજના ૬ વાગ્‍યા બાદ ધૂળની તોફાની ડમરીઓ અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન સાથે મિની વાવાઝોડા જેવી સ્‍થિતિ સર્જાતા નાસભાગ મચી ગઈ હતી. તોફાની પવનના કારણે અનેક સ્‍થળોએ મહાકાય વળક્ષો ધરાશાયી થયા હતા અને અનેક વાહનો રસ્‍તા પર ગબડી પડ્‍યા હોવાના કિસ્‍સા પણ નોંધાયા છે. ભારે નુકસાન અને અકસ્‍માતની ઘટનાઓ શહેરમાં ફૂંકાયેલા પ્રચંડ પવનને કારણે કેટલીક દુકાનોના છાપરા અને મકાનો પર ફિટ કરેલી સોલાર પેનલો હવામાં ફંગોળાઈને નીચે પડી હતી,જેનાથી મોટું આર્થિક નુકસાન થયું છે. ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતા હાઈવે પર વાહનોની ગતિ થંભી ગઈ હતી અને વાહનચાલકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. અનેક વિસ્‍તારોમાં વીજ લાઈનો પર વળક્ષો પડવાથી વીજ પુરવઠો પણ કલાકો સુધી ખોરવાઈ ગયો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અચાનક હવામાનમાં ફેરફાર ભાવનગર જિલ્લામાં હવા લાવે છે | Achira News