વડીયા તાલુકામાં આવેલા સ્ટેટ હાઇવે પર અચાનક વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થયો હતો શરૂઆતના વરસાદ સાથે તેજ પવન ફૂંકાતા રસ્તા પર અંદાજે 10 જેટલા નાના-મોટા વૃક્ષો ધરાશાઈ થયા હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ કુંકાવાવ ચોકીથી વડીયા તરફ જતા સ્ટેટ હાઇવે પર નો વૃક્ષો રસ્તા વચ્ચે પડી જતા હાઇવે પર ટ્રાફિક થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ વડીયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીઆઈ પી.ડી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે પોતે જ મેદાનમાં ઉતરીને પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને ટૂંકા સમયમાં જ રસ્તા પર પડેલા વૃક્ષોને દૂર કરી ટ્રાફિક ફરીથી શરૂ કરવામાં સફળતા મેળવી લીધી હતી.
અચાનક હવામાનમાં ફેરફારને કારણે રાજ્ય ધોરીમાર્ગ પર વૃક્ષો પડી ગયા
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.