Achira News Logo
Achira News

અણધારી હવામાન પરિસ્થિતિઓ પ્લેગ બંદર

Divya Bhaskar
અણધારી હવામાન પરિસ્થિતિઓ પ્લેગ બંદર
Full News
Share:

પોરબંદરમાં મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું છે અને ભેજનું પ્રમાણ પણ 61 ટકા યથાવત રહ્યું છે. ઉકાળામાં ભેજનું પ્રમાણ વધી જતા બફારાના અનુભવ સાથે લોકો પસીને રેબઝેબ થઈ રહ્યા છે. પોરબંદરમાં થોડા દિવસોથી ગરમીનો અંદાજ માત્ર તાપમાનથી લગાવી શકાય એવો રહ્યો નથી. છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 35 ડિગ્રી પર સ્થિર રહ્યું છે, અને 2 દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ 61 ટકા રહ્યું છે. ગઈકાલે શનિવારે લઘુતમ તાપમાન 27.6 ડિગ્રી હતું, જે રવિવારે થોડું ઘટીને 27.2 ડિગ્રી થયું છે. સવારથી જ હવામાં ભેજનો અહેસાસ થઈ રહ્યો હતો. બપોરે તો આકરા તાપમાં કારણે લોકો પસીનાથી રેબઝેબ થયા હતા અને અકળાઈ ગયા હતા. દરિયાકાંઠે પવન ચાલતો હોવા છતાં તેમાં ઠંડક કરતાં ભેજ વધુ હોવાથી રાત્રે પણ ગરમીમાં રાહત મળતી નથી. રાત્રે નળમાંથી ગરમ પાણીદરિયા કિનારે વસેલા પોરબંદરમાં ભેજ વાળું વાતાવરણ રહે છે. હાલ આકરો તાપ પડી રહ્યો છે અને લોકો પરસેવે રેબઝેબ થાય છે ત્યારે રાત્રે સ્નાન કરીને લોકો સૂવાનું પસંદ કરે છે પરંતુ હાલ દિવસભરના આકરા તાપથી પાણીની પાઇપલાઇન ગરમ થતાં રાત્રે પણ નળ માંથી પાણી ગરમ મળે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અણધારી હવામાન પરિસ્થિતિઓ પ્લેગ બંદર | Achira News