(એજન્સી)અમદાવાદ, અમદાવાદ આરટીઓમાંથી નીકળતાં ઘણાંખરાં લર્નીગ લાઈસન્સમાં લાઈન્સીગ ઓથોરીટીની સહી જોવા મળતી નથી. આરટીઓ દ્વારા લનીગ લાઈન્સનું અપ્રુવલ આપયા બાદ પોર્ટલ પરથી લનીગ લાઈસન્સ અપલોડ કરવામાં આવતા કચેરીના વડાની સહી હોતી નથી. લાઈસન્સીગ ઓથોરીટીની સહીમાં સોફટવેરમાં એરર હોવાના કારણે સહી જોવા મળતી નથી કે બીજી કોઈ રીતે લોકો પાસેથી પૈસા પડાવવા આ રીતે કામગીરી કરવામાં આવે છે. જોકે આરટીઓના સુત્રોએ જણાવ્યું કે આરટીઓ કચેરીના કર્મ્ચારીઓ દ્વારા ખોટી રીતે કચેરી કાઢીને લોકોને હેરાન કરવામાં આવે છે. અને માનીતા એજન્ટો મારફતે આ કામ લઈને આવે તો સમજુતી કરી તરત કામ કરી દેવામાં આવે છે. અને તરત જ લાઈન્સીગ ઓથોરીટીની સહી પણ જે-તે લાઈસન્સમાં આવી જાય છે. એક વખત સહી વગરનું લાઈસન્સ નીકળી એટલે આરટીઓના કર્મચારી દ્વારા કચેરી કાઢવામા આવે છે. અને ડોકયુમેન્ટ ફરીથી અપલોડ કરવાનું કહેવામાં આવે છે. પોર્ટલની ભુલના કારણે લોકોને અમદાવાદ આરટીઓના ધકકા ખાવાનો વારો આવતો હોય છે. આ અમદાવાદ આરટીઓના તાબા હેઠળના કર્મચારીઓએ લોકોને વારંવાર ધકકા ખવડાવાવમાં માને છે. પરંતુ કામ જલ્દીથી પુર્ણ થાય તેમાં ઓછો રસ ધરાવતા હોય છે. અમદાવાદ આરટીઓમાં ચાલતી ગેરરીતિ અંગે લોકો કંટાળીને આખરે એજન્ટને પૈસા આપીને પોતાનું કામ કઢાવી લે છે. ત્યારે મહત્વનો સવાલ છે કે જે લાઈસન્સમાં પહેલા એરર આવતી હોય અનેએજન્ટને કામ સોપ્યા બાદ તે કામ કોઈ પણ એરર વગર થઈ જાય છે.આથી અરજદારોના શંકા સેવાઈ રહી છે. કે એજન્ટ મારફતે જઈએ ત્યારે જ કામ થાય ? અમદાવાદ ઈન્ચાર્જ આરટીઓ નિરવ બક્ષીએ જણાવ્યું કે કયારેક પોર્ટલના ખામીના કારણે એવું બની શકે કે લાસયનસીગ ઓથોરીટીની સહી વગરની પ્રિન્ટ આવી જાય પરંતુ મોટાભાગના કારણે આવું બન્યું હોય અમદાવાદ આરટીઓમાં આ પ્રકારની કોઈપણ ગેરરીતિ થતી નથી તમામ કામ નિયમો પ્રમાણે કરવામાં આવતા હોય છે. પોર્ટલમાં ખામી સર્જાવાના સમસ્યાનો ઉકેલ ગાંધીનગરથી લાવી શકાશે.
અમદાવાદ આરટીઓએ સહી વગરનું લર્નિંગ લાઇસન્સ બહાર પાડ્યું
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.