Achira News Logo
Achira News

અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપે શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર ડે-સ્કૂલોને બંધ કરવાની માંગ કરી

Gujarat Samachar
અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપે શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર ડે-સ્કૂલોને બંધ કરવાની માંગ કરી
Full News
Share:

Ahmedabad News:અમદાવાદમાં શાળાના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ખાનગી ટ્યુશન અને કોઈપણ મંજૂરી વિના ધમધમતી ગેરકાયદે ડે-સ્કૂલો સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી આ પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. જો તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે રાખીને 'જનતા રેડ' કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. શિક્ષકો પર બ્લેકમેલિંગના આક્ષેપ કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે આ મામલે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, 'RTE અને ટ્યુશન અધિનિયમ 2002 મુજબ, શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન કે ત્યારબાદ કોઈપણ પ્રકારની ટ્યુશન પ્રવૃત્તિ કરી શકે નહીં. રિઝલ્ટ આવ્યા બાદ ઘણાં શિક્ષકો શાળામાં સારું શિક્ષણ આપવાને બદલે વિદ્યાર્થીઓને પોતાના ખાનગી ટ્યુશનમાં જોડાવા માટે બ્લેકમેલ કરી રહ્યા છે. એજ્યુકેશન ગ્રુપ દ્વારા ક્યુઆર કોડ (QR Code) મારફતે આવા ગેરકાયદે ટ્યુશન ચલાવતા શિક્ષકોની માહિતી પણ એકઠી કરવામાં આવી છે. સરકારની મંજૂરી વગર ચાલતી ડે-સ્કૂલો માત્ર પૈસા કમાવવાની હાટડીઓ બની ગઈ છે.' આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: પરિણીતાએ નણંદનું પ્રેમપ્રકરણ છતું કર્યું, પતિએ દહેજ માંગણી અને મારઝૂડ કરી આપી દીધા ત્રિપલ તલાક!

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Gujarat Samachar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપે શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસર ડે-સ્કૂલોને બંધ કરવાની માંગ કરી | Achira News