Achira News Logo
Achira News

અમદાવાદ એરપોર્ટ પર સોનું અને ચાંદીના દાગીનાની ચોરી

Akila News
અમદાવાદ એરપોર્ટ પર સોનું અને ચાંદીના દાગીનાની ચોરી
Full News
Share:

અમદાવાદમાં કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ભરેલા પાર્સલની ચોરીનો મામલો સામે આવ્યો છે. અમદાવાદની સિક્વલ લોજિસ્ટિક્સ કંપનીએ અકાશા એરલાઇન્સ વિરુદ્ધ અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે અકાશા એરલાઇન્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સિક્વલ લોજિસ્ટિક્સ કંપનીના સિક્યુરિટી મેનેજર બલવીર સિંહ રાઠોડે આપેલી ફરિયાદ અનુસાર, ટાઇટન કંપની સાથેના કોન્ટ્રાક્ટ હેઠળ 17 એપ્રિલે અમદાવાદની આરબીજેડ જ્વેલર્સ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા સોના-ચાંદીના 7 પાર્સલ અકાશા એરલાઇન્સ મારફત બેંગ્લોર મોકલવામાં આવ્યા હતા. 18 એપ્રિલની વહેલી સવારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય કાર્ગોએરપોર્ટથીઅકાશા એરલાઇન્સની ફ્લાઇટમાં આ તમામ 7 પાર્સલ સોંપવામાં આવ્યા હતા.એરલાઇન્સે પાર્સલ મેળવ્યાની પહોંચ પણ આપી હતી. જેમાંથી એક પાર્સલમાં 2.1 કિલોગ્રામ સોના-ચાંદીના દાગીના હતા, જેનું કુલ વજન 13 કિલોગ્રામ હતું અને બજાર કિંમત અંદાજે ₹2.58 કરોડ હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદ એરપોર્ટ પર સોનું અને ચાંદીના દાગીનાની ચોરી | Achira News