Achira News Logo
Achira News

અમદાવાદ એરપોર્ટ પર સફળ ઇન્ટરસેપ્શન સાથે માદક દ્રવ્યોની દાણચોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

Western Times
અમદાવાદ એરપોર્ટ પર સફળ ઇન્ટરસેપ્શન સાથે માદક દ્રવ્યોની દાણચોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
Full News
Share:

બેંગકોકથી આવેલી મહિલા ચોકલેટના પેકેટમાં રૂ. ૧ કરોડનો ગાંજો છુપાવી લાવતા ઝડપાઈ કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહીઃ હાઈડ્રોપોનિક્સ મરિજુઆનાના ૯ પેકેટ જપ્ત (એજન્સી)અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે સ્મગલરો માટે સુરક્ષિત રહ્યું નથી. સોનાની દાણચોરી બાદ હવે ડ્રગ્સ માફિયાઓ પણ કસ્ટમ્સની રડારમાં આવી રહ્યા છે. દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટે બાતમીના આધારે બેંગકોકથી આવેલી એક મહિલા પેસેન્જરને અટકાવી તેની પાસેથી આશરે રૂ. ૧ કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્‌યો છે. આરોપી મહિલા અત્યંત ચાલાકીપૂર્વક ચોકલેટ અને ફૂડ પેકેટ્‌સમાં આ નશીલો પદાર્થ છુપાવીને લાવી હતી. અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા કેટલાક સમયથી કસ્ટમ્સ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન એર ઇન્ટેલિજન્સ યુનિટને બાતમી મળી હતી કે બેંગકોકથી આવતી ફ્‌લાઇટમાં ડ્રગ્સની હેરફેર થઈ રહી છે. આ બાતમીના આધારે શંકાસ્પદ મહિલા મુસાફરને અટકાવી જ્યારે તેના સામાનનું સ્કેનિંગ અને તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા. મહિલાની ટ્રાવેલિંગ બેગની તપાસ કરતા તેમાંથી વિવિધ ખાણી-પીણી અને ચોકલેટના પેકેટો મળી આવ્યા હતા. ઉપરથી સામાન્ય દેખાતા આ ૯ પેકેટોને જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે તેની અંદરથી પ્લાસ્ટિકના સીલબંધ પેકેટમાં છુપાવેલો લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલની પ્રાથમિક તપાસમાં આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તાનો ‘હાઈડ્રોપોનિક્સ મરિજુઆના’ (હાઈબ્રિડ ગાંજો) હોવાનું પુરવાર થયું હતું. કસ્ટમ્સ વિભાગે મહિલા પાસેથી કુલ ૯૪૮ ગ્રામ હાઈડ્રોપોનિક્સ ગાંજો જપ્ત કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે રૂ.૧ કરોડ આંકવામાં આવી રહી છે. આ અંગે મહિલા સામે એનડીપીએસ એક્ટ હેઠલ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદ એરપોર્ટ પર સફળ ઇન્ટરસેપ્શન સાથે માદક દ્રવ્યોની દાણચોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો | Achira News