અમદાવાદ તા.૨: શહેરમાં ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ દરમિયાન શહેર વધુ એક સ્પોર્ટ્સ ઈવેન્ટની તૈયારી માટે સજ્જ થઈ રહ્યું છે. મળતી વિગત પ્રમાણે, ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) એ ૨૦૩૮ની એશિયન ગેમ્સની યજમાની માટે ભારતના બિડ (પ્રસ્તાવ) ને સત્તાવાર રીતે સ્વીકારી લીધો છે. ચીનના સાન્યા ખાતે મળેલી એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક બાદOCAએ જાહેરાત કરી હતી કે, અમદાવાદની સજ્જતાની તપાસ કરવા માટે એક મૂલ્યાંકન ટીમ ટૂંક સમયમાં શહેરની મુલાકાત લેશે. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા એશિયન ગેમ્સને ઓલિમ્પિક સાયકલ સાથે વધુ સારી રીતે સુસંગત કરવા માટે તેને એકી વર્ષોમાં ખસેડવાનું આયોજન કરી રહી છે. આ યોજના હેઠળ ૨૦૩૮ની ગેમ્સ ૨૦૩૯માં યોજાઈ શકે છે. આ ગેમ્સ ઓલિમ્પિકના એક વર્ષ પહેલા યોજાશે, જે અનેક રમતો માટે ઓલિમ્પિક ક્વોલિફાયર તરીકે પણ કામ કરશે. આગામી તબક્કાના ભાગરૂપે,OCAઆંતરરાષ્ટ્રીય અને એશિયન નિષ્ણાતોની એક ઇન્સ્પેક્શન અને ઇવેલ્યુએશન કમિટીની રચના કરશે. આ પેનલ આગામી મહિનાઓમાં અમદાવાદની મુલાકાત લેશે અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટેડિયમ, લોજાિસ્ટિક્સ અને ઓપરેશનલ પ્લાનિગ, નાણાકીય જોગવાઈઓ અને સમગ્ર આયોજન માટે સજ્જતા જેવી બાબતોનું મૂલ્યાંકન કરશે. આ સમિતિ તેનો ટેકનિકલ રિપોર્ટ સપ્ટેમ્બરમાં જાપાન ખાતે યોજાનારી આગામી બેઠકમાં રજૂ કરશે. ભારત ૨૦૩૬ ઓલિમ્પિક માટે બિડ કરી ચૂક્યું છે અને ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સની યજમાની સુરક્ષિત કર્યા બાદ હવે તેનું લક્ષ્ય એશિયન ગેમ્સ પર છે, જેમાં અમદાવાદ કેન્દ્રસ્થાને છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૩૮ની એશિયન ગેમ્સ માટે ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા અને મંગોલિયાએ પણ રસ દાખવ્યો છે. જોકે, યજમાન શહેર અંગેનો અંતિમ નિર્ણય સપ્ટેમ્બર ૨૦૨૬માં જાપાનના નાગોયા ખાતે મળનારી બેઠકમાં લેવામાં આવશે.
અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ અને સંભવિત એશિયન ગેમ્સની યજમાની કરશે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.