Achira News Logo
Achira News

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છત્તીસગઢના રાયપુરમાં હત્યાનો કેસ ઉકેલી લીધો

Akila News
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છત્તીસગઢના રાયપુરમાં હત્યાનો કેસ ઉકેલી લીધો
Full News
Share:

રાજકોટ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વર્ષ ૨૦૨૧માં છત્તીસગઢના રાયપુરમાં બનેલી ચકચારી અને ક્રૂર હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. રાયપુરના ટીકરાપાડા વિસ્તારમાં થયેલી શકુંતલા યાદવની હત્યા અને લૂંટના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી અજયકુમાર ઉર્ફે લક્ષ્મીસાગર ઉર્ફે કિંમતીશ્રી રાજનારાયણ મિશ્રાને અમદાવાદમાંથી ઝડપી લેવામાં સફળતા મળી છે. જેને બે રાજ્યોની પોલીસ શોધતી હતી તેવા આ રીઢા ગુનેગારને પકડવા બદલ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકે ક્રાઈમ બ્રાન્ચની પીઠ થાબડી છે. ઘટનાની પૃષ્ઠભૂમિ અને સોપારીનો ખેલ:આ કેસની વિગતો મુજબ, મરણજનાર શકુંતલા યાદવને તેમના મોટા દીકરા અજય યાદવ સાથે મિલકત બાબતે અવાર-નવાર ઝઘડા થતા હતા. આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા શકુંતલા યાદવ અને તેમના નાના દીકરા અમિત યાદવે અજયની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. અમિત યાદવ રાયપુરની હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યારે તેની ઓળખાણ સિક્યુરિટી ગાર્ડ અજયકુમાર મિશ્રા સાથે થઈ હતી. અજય મિશ્રાના ગુનાહિત ઇતિહાસની જાણ હોવાથી માતા-પુત્રએ તેને અજય યાદવને મારવા માટે ૪ લાખ રૂપિયાની સોપારી આપી હતી અને ૧ લાખ રૂપિયા એડવાન્સ ચૂકવ્યા હતા. જોકે, સોપારી લેનાર અજયકુમાર મિશ્રા પૈસા લઈને કામ કર્યા વગર વતનમાં ભાગી ગયો હતો. સોપારી આપનાર જ શિકાર બની:થોડા સમય બાદ શકુંતલા યાદવ અને અમિતે આરોપીના વતન પહોંચી પૈસા પરત કરવા અથવા કામ પૂરું કરવા દબાણ કર્યું હતું. આશરે ચાર મહિના બાદ આરોપી અજયકુમાર મિશ્રા તેના મિત્ર કેતન ઉર્ફે કે.ટી. રામસુંદર તિવારી સાથે રાયપુર આવ્યો હતો. ત્યાં તેને જાણવા મળ્યું કે અમિત યાદવ કોઈ ગુનામાં જેલમાં છે અને શકુંતલા યાદવ ઘરે એકલા જ છે. આ તકનો લાભ લઈ આરોપીઓએ સોપારીના કામને બદલે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. બીજા દિવસે સવારે બંનેએ મળીને શકુંતલા યાદવની દોરીથી ગળું દબાવી હત્યા કરી નાખી અને ઘરમાંથી ૧૦ લાખ રોકડા તેમજ ૩૫ તોલા સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની કાબિલેદાદ કામગીરી:હત્યા બાદ આરોપી અજયકુમાર મિશ્રાએ પકડાવવાથી બચવા માટે ડિજિટલ સાયલન્સ અપનાવ્યું હતું. તેણે મોબાઈલ ફોન વાપરવાનું બંધ કરી દીધું હતું અને કોઈ પણ ઓળખપત્રનો ઉપયોગ કરતો નહોતો. તે ગોવા અને મુંબઈમાં છુપાયા બાદ ૨૦૨૨માં અમદાવાદના નરોડા વિસ્તારમાં આવી છુપાયો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છત્તીસગઢના રાયપુરમાં હત્યાનો કેસ ઉકેલી લીધો | Achira News