ગોતા, સરદારનગર ,ખાડીયા , મણિનગર અને કાંકરીયા તથા નવરંગપુરા , સ્ટેડિયમ, પાલડી , નવા વાડજ , નારણપુરા , ચાંદખેડા , મોટેરા અને સાબરમતી વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરાયા અમદાવાદ (પ્રતિનિધિ), શહેરમાં જાહેર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે “ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસેન્સ” અભિયાન અમલમાં મૂકાયું છે. શહેરમાં મહત્વના જાહેર સ્થળોએ ભારે અવરજવર રહેતી હોવાને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ, શહેર પોલીસ અને એસ.આર.પી તેમજ સબઝોન કચેરીના વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા ‘નો કેટલ ઝોન’ના જાહેરનામાઓનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનરશ્રી દ્વારા વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામાના અસરકારક અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સંયુક્ત ચકાસણી કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત નો-કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે પશુઓને રાખવાના સ્થળોની ચકાસણી, લાયસન્સ-પરમિટની તપાસ, પશુ શિફ્ટીંગ અને કડક એન્ફોર્સમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે. લાયસન્સ વિના અથવા લાયસન્સ મુજબની સંખ્યા કરતાં વધુ પશુઓ રાખનાર માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાયસન્સ ધરાવતા પશુ માલિકોને પશુઓ શહેર બહાર ખસેડવાની તક આપવામાં આવે છે અને સમયમર્યાદામાં પાલન ન થાય તો પશુઓ પકડીને કેટલ પાઉન્ડમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત ‘ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ’ની સ્થિતિ સતત જાળવી રાખવા માટે સંયુક્ત ટીમો દ્વારા નિયમિત અને સધન ચકાસણી કરવામાં આવી રહી છે. દક્ષિણ ઝોનના મણિનગર વિસ્તારમાં તાજેતરમાં સી.એન.સી.ડી., સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લોકલ પોલીસ, એસ.આર.પી. તથા એસ્ટેટ વિભાગની સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 19 લાયસન્સ/પરમિટ હેઠળના કુલ 94 પશુઓને શહેર બહાર ખસેડવામાં આવ્યા હતા તેમજ 19 વાડા અને 1 પાણીનો હવાડો દૂર કરવામાં આવ્યો છે. નો-કેટલ ઝોન એરિયામાં સૂચક બોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
અમદાવાદ જાહેર સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાપન વધારવા માટે'નો કેટેલ ઝોન'જાહેર કરે છે
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.