અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓ સામે નોંધાયેલી કરોડો રૂપિયાની ઠગાઈ અને ડોક્યુમેન્ટમાં ચેડાં કરવાની ફરિયાદ મામલે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ દ્વારા એફઆઈઆર રદ કરવાની માગણીની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે પોલીસ તપાસમાં પણ હસ્તક્ષેપ કરવા અંગે ઈનકાર કરી દીધો છે. જેથી ગજેરા બંધુઓ સામેની તપાસ યથાવત રહેશે. સુરતમાં ગજેરા બંધુઓ અને અન્ય આરોપીઓ પર ફરિયાદમાં 1900 રૂપિયાની આર્થિક ગેરરીતિ અને મનિ લોન્ડરિંગ સહિત ફરિયાદીના પરિવારની ખોટી સહી કરવાના ગંભીર આક્ષેપો થયા હતાં. ત્યાર બાદ તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. હવે આરોપી અરજદારોએ આ ફરિયાદને દિવાની વિવાદ ગણાવી રદ કરવા કોર્ટમાં દલીલ કરી હતી. પરંતુ કોર્ટે તેમની આ દલીલ માન્ય રાખી નહોતી. કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, જ્યારે હેન્ડરાઈટિંગ એક્સપર્ટનો રિપોર્ટ અરજદારોની વિરોધમાં હોય અને પ્રાથમિક રીતે ગુનો સાબિત થાય ત્યારે તપાસનો વિલંબ ગૌણ બને છે. આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે, આ ફરિયાદ માત્ર બદલો લેવા અને પૈસા પડાવવા માટે કરવામાં આવી છે. આરોપી અરજદારોનો મેહુલ ચોકસી સાથે કોઈ ગેરકાયદે સંબંધ સાબિત થતો નથી. હાઈકોર્ટે કહ્યું હતું કે, ઠગાઈના પુરતા પુરાવા હોવાથી તપાસને અટકાવવી ન્યાયના હિતમાં નથી. કોર્ટે તેમની ફરિયાદ રદ કરવાની અરજીને ફગાવી દીધી હતી. જેથી હવે ગજેરા બંધુઓને તપાસ અને કાર્યવાહીનો સામનો કરવો પડે એમ છે. આ પણ વાંચોઃ Kutchના નાના રણમાં કુદરતનો પ્રકોપ, ભારે પવન સાથે માવઠું અમદાવાદમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા મોટી છેતરપીંડીનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે.ન્યુ ક્લોથ માર્કેટ સાથે જોડાયેલા આ કેસમાં રૂ.2.48 કરોડની છેતરપીંડીનો ગુનો નોંધાયો છે.પોલીસે આ મામલે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે જે વેપારી સાથે ગેરરીતિ કરતા હતા.આરોપીઓએ વેપારી પાસેથી ઉધારીમાં કાપડ લીધો હતો અને 120 દિવસમાં પેમેન્ટ કરવાની ખાતરી આપી હતી. શરૂઆતમાં વિશ્વાસમાં લઈને મોટા પ્રમાણમાં માલ લેવાયો હતો, પરંતુ સમયસર ચુકવણી કરવામાં આવી નહોતી. લાંબા સમય સુધી રકમ ન મળતા વેપારીએ અંતે EOWમાં ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને મોબાઇલ CDR તથા અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચી. વિગતવાર તપાસ બાદ તમામ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે, જેથી આ છેતરપીંડીમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે.આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે અને વેપારીઓને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, 60 ટકા વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે.કોઠારી હોસ્પિટલ પાસે એક નિર્દોષ નવજાત બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી.એરપોર્ટ પોલીસે સક્રિયતા દાખવી ગણતરીના કલાકોમાં જ CCTV ફૂટેજના આધારે બાળકને તરછોડનાર જનેતાની ધરપકડ કરી લીધી છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું અને તપાસનો ધમધમાટ તેજ કર્યો.આસપાસના CCTV ફૂટેજ તપાસતા પોલીસને એક શંકાસ્પદ મહિલા બાળકને મૂકીને જતી જોવા મળી હતી.આ ફૂટેજની કડી પોલીસને સીધી સિવિલ હોસ્પિટલ સુધી દોરી ગઈ હતી.પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.બાળકને ત્યજી દેનાર મહિલાનું નામ દીપા સાધનાની છે, જેણે ગત 11 માર્ચના રોજ સિવિલ હોસ્પિટલમાં જ આ બાળકને જન્મ આપ્યો હતો.17 માર્ચના રોજ તેને ડિસ્ચાર્જ મળ્યો અને તે જ રાત્રે તેણે પોતાના કાળજાના કટકાને રસ્તા પર રઝળતો મૂકી દીધો હતો.દીપાના વર્ષ 2010માં છૂટાછેડા થઈ ગયા હતા અને તેને અગાઉના પતિથી બે બાળકો પણ છે. વર્ષ 2018માં દીપા તેના પડોશમાં રહેતા એક યુવકના પ્રેમમાં પડી હતી અને આ બાળક તે પ્રેમસંબંધનું હોવાનું ખુલ્યું છે. જોકે, દીપા પ્રેગ્નેન્ટ થયાના 5 મહિના બાદ તેનો પ્રેમી ફરાર થઈ ગયો હતો. સમાજમાં બદનામી ન થાય અને પાપ છુપાવવા માટે આ માસૂમને રસ્તા પર મૂકી દીધું હતું. બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા બાદ તેની સારસંભાળ રાખવામાં આવી રહી છે હાલ બાળકને સામાન્ય કમળાની અસર જોવા મળતા તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યું છે.સિવિલ અધિક્ષકે આવી માતાઓને વિનંતી કરી છે કે બાળકને અવાવરૂ જગ્યાએ મૂકીને બાળકનો જીવ જોખમમાં ન મૂકવો જોઈએ જો કોઈને બાળક તરછોડવું જ હોય તો સિવિલ હોસ્પિટલમાં બાળકોને મૂકવા માટે વિશેષ વ્યવસ્થા કરાઇ છે.આ પણ વાંચોઃ Bhavnagar : સિહોરમાં મિની વાવાઝોડાનો કહેર, ધૂળની ડમરીઓથી રસ્તા સુમસામ,અનેક મકાનોના પતરા ઉડ્યા રાજકોટમાં કારનું બોગસ દસ્તાવેજો બનાવી લોન લેવાનું કૌભાંડ ઝડપાયું છે. કારના બોગસ દસ્તાવેજો બનાવી લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ તેજ કરી છે. આરોપી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો ખરીદતો હતો અને તેના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વાહનોની લે વેચ કરતો હતો. પોલીસે આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં કારના બોગસ દસ્તાવેજો બનાવીને લોન લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આનંદ ઉર્ફે અમિત નવીન ખખ્ખર દ્વારા આ સમગ્ર કૌભાંડ ચલાવાતુ હતું. આરોપી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી વાહનો ખરીદતો હતો અને તેના બોગસ ડોક્યુમેન્ટ બનાવી વાહનોની લે વેચ કરતો હતો. આ બાબતે પોલીસે આરોપીનું મોટુ નેટવર્ક પણ પકડી પાડ્યું છે. બીજાના નામે વાહનો ટ્રાન્સફર કરી બેંકમાંથી લોન લઈને નાણાં ઉપાડી લેતો હતો. પોલીસે 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી આનંદની ધરપકડ કરી છે. આ પણ વાંચોઃ Bhavnagar : સિહોરમાં મિની વાવાઝોડાનો કહેર, ધૂળની ડમરીઓથી રસ્તા સુમસામ,અનેક મકાનોના પતરા ઉડ્યા સમગ્ર દેશમાં ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા લોકોને લૂંટી લેનારા સક્રિય થયા છે. ટ્રેનમાં મુસાફરો સાથે મિત્રતા કેળવીને લૂંટ ચલાવતો લૂંટારૂ રેલવે એલસીબીના હાથે ઝડપાયો છે. આરોપી મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતો હતો. પોલીસે આરોપીની પુછુપરછ કરતાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અમદાવાદ રેલવે એલસીબી દ્વારા એક ખુંખાર લૂંટારૂને દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ લૂંટારૂ મુસાફરો સાથે મિત્રતા કેળવતો હતો અને નશીલી ગોળીઓ આપતો હતો. ત્યાર બાદ મુસાફર બેભાન થઈ જતો અને આરોપી લૂંટ ચલાવીને ફરાર થઈ જતો હતો. મુસાફરોનો કિંમતી સામાન ચોરીને ફરાર થઈ જતા આ લૂંટારૂને પકડવા રેલવે પોલીસ સક્રિય થઈ હતી. આરોપીને રેલવે પોલીસે દિલ્હીથી પકડી પાડ્યો હતો. તેની પુછપરછમાં વિવિધ રાજ્યોમાં આચરેલા 25 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બે લાખ રોકડા અને ત્રણ મોબાઈલ તેની પાસેથી જપ્ત કર્યા હતાં. આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી, 60 ટકા વિસ્તારમાં વીજળી પડવાની શક્યતા
અમદાવાદ-રૂ. 2,48,12, 413ની મોટી છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.