સુરેન્દ્રનગર એલસીબી ટીમે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બલદાણા પાસેથી રાજસ્થાનથી રાજકોટ પશુ આહારની આડમાં લઈ જવાતા દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે આયશર ચાલકને દારૂ, આયશર, પશુ આહારની થેલીઓ સહિત રૂપીયા 97,64,640ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમના પ્રવીણ કોલા, ભરતભાઈ સભાડ સહિતનાઓ લીંબડી-સાયલા હાઈવે પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે લીંબડીથી રાજકોટ તરફ વિદેશી દારૂ ભરેલ આયશર નીકળનાર હોવાની બાતમી મળતા વઢવાણ તાલુકાના બલદાણા પાસે વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ આયશર આવતા તેને રોકી તપાસ કરતા તેમાં પશુ આહારની થેલીઓ હતી. જયારે તેની આડમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ અંગે ચાલક રાજસ્થાનના અચલારામ આસુરામ જાટની પુછપરછ કરતા તેણે જણાવ્યુ કે, તે દસેક દિવસ પહેલા ગામના ઠેકા પર દારૂ પીવા ગયો હતો. જયાં એક શખ્સ તેને મળ્યો હતો અને પોતાનું નામ બાબજી જણાવી ડ્રાઈવીંગ ફાવતુ હોય તો ગુજરાતમાં દારૂ લઈ જવાના એક ફેરાના 20 હજાર આપવાની વાત કરી હતી. જયારે 3 દિવસ પહેલા સાંચોર ખાતે તેનો માણસ દારૂ ભરેલ આયશર આપી ગયો હતો અને રાજકોટ લઈ જવાનું કહ્યુ હતુ. પોલીસે દારૂની વીવીધ બ્રાન્ડની 7781 બોટલ, બીયરના 92 ટીન, આયશર, મોબાઈલ, પશુ આહારની થેલીઓ સહિત રૂપીયા 97,64,640ના મુદ્દામાલ સાથે ચાલક અચલારામ જાટની ધરપકડ કરી છે. અને ચાલક ઉપરાંત દારૂ મોકલનાર બાબજી, આપી જનાર અજાણ્યો માણસ, ટ્રકના માલીક અને દારૂ મંગાવનાર સહિતનાઓ સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ જે.એમ. પટેલ ચલાવી રહ્યા છે. જયારે ધજાળા પોલીસને સાયલા તાલુકાના ગરાંભડી ગામનો અમીરાજ ભાભલુભાઈ કાઠી ગામની સીમમાં આવેલ તેની વાડીએ બીયર રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે વાડીના શેઢે બાવળની કાંટમાંથી બીયરના 6 ટીન કિંમત રૂપીયા 1320ના જપ્ત કર્યા હતા. આરોપી સામે ધજાળા પોલીસ મથકે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ ડી.જે.ડોડીયા ચલાવી રહ્યા છે. વાવાઝોડાની સ્થિતિ લઇ પરિક્રમા બંધ કરાઇ હતી અને રેંગણ ઘાટમાં બોટ સેવા પણ બંધ કરાઇ હતી, પરંતુ હાલ વાતાવરણ સામાન્ય થતા પરિક્રમા ફરી શરૂ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે, પરિક્રમાર્થીઓ માટે વ્યવસ્થા પણ કરાઈ છે. આ વર્ષે પણ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તા. ૧૯/૦૩/૨૦૨૬ થી તા.૧૮/૦૪/૨૦૨૬ સુધી યોજાનાર છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સુચારૂ આયોજન માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા yatradhamportal.gujarat.gov.in" વેબસાઈટ બનાવવામાં આવી છે. આ વેબસાઈટમાં એક સાથે એક વ્યક્તિ અન્ય ૬ નામોનું રજીસ્ટ્રેશન કરી શકે છે. તેમજ સમગ્ર પરિક્રમા દરમિયાન એક પરિક્રમાર્થી અલગ અલગ ૭ સ્લોટમાં મહત્તમ ૪૯ પરિક્રમાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકશે. આ રજીસ્ટ્રેશન માટે કોઇપણ ફ્રી ચુકવવાની રહેતી નથી. રજીસ્ટ્રેશન કરનાર મુખ્ય પરિક્રમાર્થીના મોબાઈલમાં ટેકસ્ટ અને ઈ-મેઈલથી રજીસ્ટ્રેશન કર્યા અંગેનો QR કોડ આવશે. જેની પ્રિન્ટ તેઓએ સાથે લઈને આવવાની રહેશે. જે રજીસ્ટ્રેશન QR Code પરિક્રમા શરૂ થતા પહેલાં Scan કરવામાં આવશે. જે પણ પરિક્રમાર્થીઓનું રજીસ્ટ્રેશન થયેલું હશે તેમને પરિક્રમા અંગે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવતી મહત્વની માહિતી ટેકસ્ટ મેસેજ કે ઈ-મેઈલ દ્વારા મેળવી શકાશે તેથી આ વર્ષે પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓને અવશ્ય રજીસ્ટ્રેશન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને અનુસરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના સંરક્ષણ સાથે આધુનિક સુવિધાઓના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીનાં સંવેદનશીલ નેતૃત્વ તથા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર નર્મદા પંચકોશી પરિક્રમા માટે એવી વ્યવસ્થાઓ ઉભી કરી રહી છે કે જેમાં શ્રદ્ધા, સુરક્ષા અને સુવિધા; ત્રણેયનો સુમેળ જોવા મળશે. નર્મદા પરિક્રમાર્થીઓની ‘દુર્ગમ’ યાત્રાને ‘સુગમ’ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેંદ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા પરિક્રમા દરમિયાન ઉમટનાર હજારો શ્રદ્ધાળુઓને આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થાય; તે માટે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે મોટા પાયે હંગામી તેમજ કાયમી માળખાકીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વર્ષ 2025–26માં નર્મદા પરિક્રમા માટે લગભગ રૂ. 5.41 કરોડના ખર્ચે હંગામી વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. તેમાં વધારાના ડોમ શેલ્ટર, મોબાઈલ-ટોયલેટ, વોટર સ્ટેશન, મેડિકલ યુનિટ, 24×7 એમ્બ્યુલન્સ, લાઇટિંગ તથા ઇમર્જન્સી હેલ્પ પોઇન્ટ, વિશાળ વોટરપ્રૂફ ડોમ શેલ્ટરમાં યાત્રાળુઓ માટે ખાટલા, ગાદલા, ઓસીકા, ખુરશીઓ અને બેડશીટ સાથેની બેઠક અને વિશ્રામની વ્યવસ્થા રહેશે. આ સાથે; સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે જેથી યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે. પરિક્રમા માર્ગ પર શ્રદ્ધાળુઓની સુગમતા માટે સેવા કેન્દ્રો અને દુકાનો ઉભી કરવામાં આવી રહી છે. યાત્રાધામ બોર્ડ દ્વારા પરિક્રમા વિસ્તારને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ હંગામી શૌચાલય, મોબાઇલ ટૉયલેટ વાન અને સ્નાન સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સતત પાણી પુરવઠો, ડ્રેનેજ અને કચરાના નિકાલ માટે સુવ્યવસ્થિત સવલતો ઉભી કરવામાં આવી છે. એક મહીનાની પરિક્રમા દરમિયાન હાઉસકીપિંગ ટીમો અનેક શિફ્ટોમાં કાર્યરત રહેશે કે જેથી પરિક્રમા વિસ્તાર સ્વચ્છ અને સુવ્યવસ્થિત રહે. લાખો શ્રદ્ધાળુઓના આગમનની શક્યતાને જોતા સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત બનાવવામાં આવી છે. પોલીસ બૂથ, સુરક્ષા કેબિન અને વૉચ ટાવર ઉભા કરવામાં આવશે. તાલીમબદ્ધ સુરક્ષા કર્મચારીઓ અનેક શિફ્ટોમાં ફરજ બજાવશે. ભીડને નિયંત્રિત કરવા માટે વિવિધ પ્રકારની બેરિકેડિંગ વ્યવસ્થા તથા ઇન્ફ્રારેડ (આઈઆર) અને રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન (આરએફઆઈડી) આધારિત હેડ કાઉન્ટ સિસ્ટમ દ્વારા યાત્રાળુઓની અવર-જવર પર આધુનિક ટેક્નોલોજી દ્વારા નજર રાખવામાં આવશે. પરિક્રમા માર્ગ અને તમામ ઘાટોને પ્રકાશિત કરવા માટે વ્યાપક લાઇટિંગ વ્યવસ્થા કરાઈ રહી છે. સમગ્ર 18 કિલોમીટરના માર્ગ પર એલઈડી અને ફ્લડ લાઇટ લગાવવામાં આવશે કે જેથી રાત્રિના સમયે પણ યાત્રાળુઓને સલામત અને સ્પષ્ટ માર્ગ મળી રહે. જાહેર ઉદ્ઘોષણાઓ માટે સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ કમ્યુનિકેશન અને સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા રહેશે. ટેક્નિકલ ઓપરેટરો દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત નજર રાખવામાં આવશે. રાજ્ય સરકારના સહકારથી યાત્રાધામ બોર્ડ હવે નર્મદા પરિક્રમાર્થીઓ માટે ધીમે-ધીમે કાયમી સુવિધાઓ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અત્યાર સુધી કુલ રૂ. 5.07 કરોડના ખર્ચે કાયમી સુવિધાના વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે કે જે હવે પરિક્રમાર્થીઓ માટે કાયમી રાહતનો આધાર બનવાના છે. તેમાં (1) શ્રી મઢી દેવસ્થાન ખાતે લગભગ રૂ. 99.68 લાખના ખર્ચે પેવર બ્લોક પાથવે, સુવિધા કેન્દ્ર, પીવાના પાણીનો ટાંકો, સોલાર લાઇટ અને શૌચાલય બ્લોક (2) શ્રી સિદ્ધટેકરી રામ કુંડ ખાતે રૂ. 226.93 લાખના કામો હેઠળ રિટેનિંગ વોલ, પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, યાત્રી નિવાસનું નવીનીકરણ, શેડ, ઇલેક્ટ્રિફિકેશન, બોરવેલ, સોલાર લાઇટ તથા ડ્રેનેજ સિસ્ટમનું નિર્માણ તેમજ (3) શ્રી બલબલા કુંડ ખાતે લગભગ રૂ. 149.87 લાખના ખર્ચે પરિક્રમાર્થી સુવિધા કેન્દ્ર, શૌચાલય, પીવાનું પાણી, ઇલેક્ટ્રિફિકેશન અને પાથવે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં વિવાદાસ્પદ બ્રિજના ડિમોલિશનનું કામ અંતિમ તબક્કામાં, 19 માર્ચથી 4 એપ્રિલ સુધી આ રોડ રહેશે બંધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે રૂ. 40 કરોડના ખર્ચે નિર્મિત વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાને કારણે હવે ડિમોલિશનના અંતિમ તબક્કામાં છે. બ્રિજની કામગીરી નિર્ભયપણે પૂર્ણ કરવા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે DYMC (રોડ અને બિજ પ્રોજેક્ટ) દ્વારા ૧૯ માર્ચથી ૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી નવું ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. જે દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી સામેની ખુલ્લી જગ્યાનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે કરવાનો રહેશે. નોંધનીય છે કે, AMCના ઇતિહાસમાં ભષ્ટાચારના આક્ષેપો વચ્ચે બ્રિજ બન્યાના માત્ર ૫ વર્ષમાં જ તેને તોડી પાડવાની આ પ્રથમ ઘટના છે. વાહનચાલકોને અગવડતા ટાળવા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. 01-ગુરુજી બ્રિજથી સ્વસ્તિક ચાર રસ્તા: વાહનચાલકોએ મુખ્ય સ્પાનના બદલે કે.સી. ટી સ્ટોલ પાસેના સ્પાન નીચેથી પસાર થવાનું રહેશે. 02-સ્વસ્તિક ચાર રસ્તાથી ગુરુજી બ્રિજ: મુખ્ય સ્પાન પાસેના અગાઉ તોડી પાડેલા સ્પાનની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે. આ પણ વાંચો : Surendranagar News : લીંબડી તાલુકામાં સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી બનશે અત્યાધુનિક સી.સી. રોડ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે તાલુકામાં અંદાજે રૂ. ૮.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અન્વયે લીંબડીના સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી તથા જગદીશ આશ્રમ બાયપાસ રોડ પર આ સી.સી. રોડનું નિર્માણ કરવામાં આવશે. 'વિકાસપથ યોજના' અંતર્ગત તૈયાર થનારા આ માર્ગ ઉપર સુરક્ષા અને સુવિધા માટે ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ, આર.સી.સી. ગટર અને રાહદારીઓ માટે ફુટપાથ જેવી આધુનિક સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા માટે કટિબદ્ધ છે. રસ્તાઓ એ કોઈપણ વિસ્તારના વિકાસની ધમની સમાન છે. આ ગુણવત્તાયુક્ત માર્ગો બનવાથી સ્થાનિક ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે અને વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગની અવરજવર પણ સુગમ બનશે. વધુમાં, તેમને આ કાર્ય સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિતોને સૂચનાઓ પણ આપી હતી. આ નવા રસ્તાઓના નિર્માણથી લીંબડી અને આસપાસના અનેક ગામોના લોકોને સીધો ફાયદો થશે. તેનાથી વાહનચાલકોના સમય અને ઇંધણ બંનેની બચત થશે અને વિસ્તારના આર્થિક-સામાજિક વિકાસને નવી ગતિ મળશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો, તાલુકાના અગ્રણીઓ, સ્થાનિક પંચાયતના હોદ્દેદારો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Banaskantha News : બનાસકાંઠામાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ઘર્ષણનો કેસ, વાંધાજનક પોસ્ટ ન કરવા SPએ આપી સૂચના
અમદાવાદ-રાજકોટ હાઇવે પર પશુ આહારના વેશમાં દારૂ ઝડપાયો
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.