Achira News Logo
Achira News

અમદાવાદ વકીલને ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં ₹ 57.90 લાખનું નુકસાન થયું

Western Times
અમદાવાદ વકીલને ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં ₹ 57.90 લાખનું નુકસાન થયું
Full News
Share:

અમદાવાદ,અમદાવાદમાં સાયબર ઠગાઈના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઠગ હવે નવી નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી લોકોને નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં શીલજના ૭૦ વર્ષીય વકીલને ફેસબુક પર સંપર્ક કરી એક યુવતીએ લગ્ન કરવાની લાલચ આપીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી કુલ ૫૭.૯૦ લાખની ઠગાઈ કરી છે. યુવતીએ વકીલ સાથે લગ્ન કરી ઈટલીમાં સેટલ થવાની લાલચ પણ આપી હતી. જે અંગે સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.ફરિયાદ મુજબ નવેમ્બર ૨૦૨૫માં વકીલનો ફેસબુક પર “લક્ષ્મીદેવી રેડી” નામની યુવતી સાથે સંપર્ક થયો હતો. યુવતીએ પોતે આઈઆઈએમ અમદાવાદમાંથી અભ્યાસ કરેલો હોવાનું અને હાલ હૈદરાબાદમાં રહેતી હોવાનું જણાવી વાતોમાં વકીલનો વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઈ અને રોજિંદા વોટ્‌સએપ મેસેજ તથા વીડિયો કોલ દ્વારા વાતચીત શરૂ થઈ, જેના કારણે વકીલને યુવતી પર ગાઢ વિશ્વાસ આવી ગયો હતો. યુવતીએ પોતાની લેવિસ લાઇફ સ્ટાઇલ અને ધનિક પરિવાર વિશે વાતો કરી હતી. તેણે વકીલને લગ્ન કરીને ઇટલીમાં સ્થાયી થવાની લાલચ પણ આપી હતી, જેથી વકીલ વધુ પ્રભાવિત થયા હતા.આ દરમિયાન યુવતીએ વકીલને કહ્યું હતું કે તેના કાકા યુએસની એક મોટી કંપનીમાંથી નિવૃત્ત થયા છે અને તેમની કંપનીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતી ૭૦ નિષ્ણાતોની ટીમ કામ કરે છે, જેથી તેમાં રોકાણ કરવાથી મોટો નફો મળી શકે છે. યુવતીના કહેવા મુજબ વકીલે મોકલેલી લિંક ખોલીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાં પોતાની તમામ વિગતો ભરી હતી. ત્યારબાદ યુવતીના કહ્યા મુજબ વકીલ રોકાણ કરવા લાગ્યા હતા.શરૂઆતમાં વકીલે ૫૦ હજારનું રોકાણ કર્યું હતું જેમાં તેમને ૫ હજારનો નફો બતાવવામાં આવ્યો હતો. શરૂઆતના થોડા દિવસોમાં સતત નફો દેખાડીને વકીલનો વિશ્વાસ મજબૂત કરવામાં આવ્યો હતો અને વકીલે કુલ ૨.૧૦ લાખ રૂપિયા ઉપાડી પણ લીધા હતા. આથી તેમને ખાતરી થઈ ગઈ કે રોકાણ સલામત છે. ત્યારબાદ ૮ જાન્યુઆરીથી ૨૯ જાન્યુઆરી દરમિયાન વકીલે કુલ ૧૬ ટ્રાન્ઝેક્શન દ્વારા અંદાજે ૬૦ લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ જ્યારે તેમણે બાકી રહેલા રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યાે ત્યારે તેમને “ટેક્સ ભરવો પડશે” તેવી શરત મૂકી વધુ રકમ માગવામાં આવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદ વકીલને ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં ₹ 57.90 લાખનું નુકસાન થયું | Achira News