Achira News Logo
Achira News

અમદાવાદ હત્યાઃ લગ્નેત્તર સંબંધોને લઈને થયેલી હિંસાના 5 આરોપીઓની ધરપકડ

Sandesh
અમદાવાદ હત્યાઃ લગ્નેત્તર સંબંધોને લઈને થયેલી હિંસાના 5 આરોપીઓની ધરપકડ
Full News
Share:

અમદાવાદના સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન અને સરખેજ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ, બે દિવસ પહેલા થયેલ હત્યામાં રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ કેસમાં અન્ય એક સગીર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, અગાઉની અદાવતમાં કરાઈ હતી હત્યા. આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતા સંજય અને તેના પરિવારે આશિષને માર માર્યો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતુ, 17 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હટાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા. જીવ બચાવવા આશિષ ઘરમાં છુપાઈ ગયો, પરંતુ હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મોત થયું હતું, જ્યારે નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ પણ વાંચો : Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી સુરેન્દ્રનગરના લખતરમાં કચ્છના નાના રણમાં મહેનત કરતા અગરિયા પરિવારો અને ખેડૂતો પર આ વખતે કુદરતી આફતનો ભારે પ્રહાર થયો છે. અચાનક આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે વર્ષભરની મહેનતથી તૈયાર કરેલું મીઠું બરબાદ થઈ ગયું છે. અનેક અગરિયા પરિવારોની સોલાર પેનલો તૂટી ગઈ છે, ઝુંપડાં નુકસાન પામ્યા છે અને જીવન નિર્વાહ માટેનો એકમાત્ર આધાર ખોવાઈ ગયો છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભા પાકને પણ ભારે નુકશાન થયું છે ત્યારે ખેડૂતો પણ પાયમાલ થયા છે. આથી આ પરિવારો હવે અત્યંત દયનીય પરિસ્થિતિમાં છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સરવે કરીને અગરિયા પરિવારો અને ખેડૂતોને યોગ્ય રાહત પેકેજ આપવામાં આવે. રણ વિસ્તારમાં અગરિયાઓના રહેવા માટે બનાવવામાં આવેલા કાચા છાપરા જોરદાર પવનમાં ઉડી ગયા હતા. અનેક જગ્યાએ છાપરા તૂટી પડતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છાપરા ઉડી જતાં અંદર રાખેલી ઘરવખરી, અનાજ, કપડાં તેમજ રોજિંદા ઉપયોગની વસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. નાના રણમાં મીઠું પકવવા માટે પંપ ચલાવવા માટે મોટા પાયે સોલાર એનર્જીનો ઉપયોગ થાય છે. જોકે, આજે ફૂંકાયેલા અત્યંત તેજ પવન અને વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ સોલાર પેનલો તૂટી પડી છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે મજબૂત રીતે ફિટ કરેલી પેનલો પણ હવામાં ફંગોળાઈ હતી અને જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ પણ વાંચો : Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વપૂર્ણ MOU સંપન્ન

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદ હત્યાઃ લગ્નેત્તર સંબંધોને લઈને થયેલી હિંસાના 5 આરોપીઓની ધરપકડ | Achira News