અમદાવાદ,શહેરમાં બટાકા, દાળવડા, ગાંઠિયા તેમજ ચવાણા સહિતનાં ફરસાણનાં ઉત્પાદકો તેમજ દુકાનદારો પણ તળવાનાં તેલનો વારંવાર ઉપયોગ ના કરે તે માટે મ્યુનિ. ફૂડ વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવે છે તેમ છતાં કેટલાય વેપારીઓ એકનાં એક તેલનો જ ઉપયોગ કરતાં હોવાથી મ્યુનિ. ફૂડ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરતાં તેમાં છ એકમમાં ટીપીસી, પેરોક્સાઇડ અને આયોડિન વેલ્યુ વધારે જણાતાં સીલ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સિંધુભવન રોડ પર કોમો બાય કાફા રેસ્ટોરન્ટમાંથી ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. જેની સામે મ્યુનિ. દ્વારા શ્ ૫૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. ફૂડ વિભાગનો હવાલો સંભાળતાં ઇન્ચાર્જ એડિશનલ હેલ્થ ઓફિસર ડો.તેજસ શાહે જણાવ્યું હતું કે, તળવાનાં તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તે વિવિધ પ્રકારનાં ગંભીર રોગનું કારણ બની જાય છે. તેથી આવા વેપારીઓને ત્યાં તળવાનાં તેલનાં ટીપીસી ટેસ્ટ કરવામાં આવે છે. મ્યુનિ. ફૂડ વિભાગની ટીમો જ્યાં ખાદ્યપદાર્થાનાં નમૂના લેવા તેમજ હાઇજેનિક કન્ડિશન સહિતની બાબતોની તપાસ કરવા જાય છે ત્યારે ખાસ કરીને તળવાનાં તેલનાં ટીપીસી ટેસ્ટ કરે છે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ ફૂડ વિભાગની ટીમોએ તપાસ કરતાં છ એકમમાં તળવાનાં તેલની ગુણવત્તા નિયમાનુસાર જણાઇ નહોતી, તેથી દંડ વસૂલ કરવાની સાથે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સિવાય શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ૮૬૭ એકમોમાં તપાસ કરવામાં આવી હતી, તે સમયે ૧૨૦૦ કિલો-લિટર જેટલો ખાદ્યપદાર્થ બિનઆરોગ્યપ્રદ જણાતાં તેનો નાશ કરાવવામાં આવ્યો હતો અને ૩૩૦ વેપારીઓને નોટિસ ફટકારી સાડા ચાર લાખ રૂપિયાથી વધુ દંડ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમોએ ફ્‰ટ જ્યુસ, લસ્સી, આઇસ્ક્રીમ, શરબત, સિકંજી, શેરડીનો રસ, મેંગો મિલ્ક, પનીર, દૂધની બનાવટો, મીઠાઇ, ડેરી પ્રોડક્ટસ, હોળીનાં હાયડા, નમકીન, બેસન, અન્ય લોટ, ચોખા સહિત અનાજ, ખાદ્યતેલ, મરીમસાલા વગેરે ખાદ્યપદાર્થનાં ૪૪૩ નમૂના લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા.SS1MS
અમદાવાદના ખાદ્ય વિભાગે તળેલા તેલનો ઉપયોગ અને ગુણવત્તા પર કડક કાર્યવાહી કરી
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.