Achira News Logo
Achira News

અમદાવાદની પી. ઓ. સી. એસ. ઓ. કોર્ટે બળાત્કારના કેસમાં પોલીસ અહેવાલને નકારી કાઢ્યો, નવેસરથી તપાસનો આદેશ આપ્યો

Sandesh
અમદાવાદની પી. ઓ. સી. એસ. ઓ. કોર્ટે બળાત્કારના કેસમાં પોલીસ અહેવાલને નકારી કાઢ્યો, નવેસરથી તપાસનો આદેશ આપ્યો
Full News
Share:

અમદાવાદની સ્પેશિયલ પોકસો કોર્ટે ખોખરા પોલીસની તપાસ પદ્ધતિ સામે કડક વલણ અપનાવતા એક અત્યંત સંવેદનશીલ કેસમાં રજૂ કરેલો 'સી' સમરી રિપોર્ટ ફગાવી દીધો છે. ખોખરા પોલીસે સગીર પીડિતાની માનસિક સ્થિતિને કારણ ધરીને આ કેસ બંધ કરવાની માંગ કરી હતી, જેને ખાસ જજ અસ્મિકાબેન ભટ્ટે સખ્ત શબ્દોમાં નકારી કાઢી નવેસરથી તપાસના આદેશ આપ્યા છે. પોલીસે કોર્ટમાં તર્ક રજૂ કર્યો હતો કે પીડિતા માનસિક બીમારીની દવા લે છે અને તેને કાલ્પનિક વાર્તાઓ બનાવવાની આદત છે. મેડિકલ તપાસમાં પીડિતાના કપડાં પરના લોહીના ડાઘ માસિક ધર્મના હોવાનું ખૂલ્યું હતું અને આસપાસના સાક્ષીઓએ આવી કોઈ ઘટના જોઈ હોવાનો ઈનકાર કર્યો હતો. પોલીસે એવો નિષ્કર્ષ કાઢ્યો હતો કે માતા-પિતાના ડરથી બચવા પીડિતાએ દુષ્કર્મની ખોટી વાર્તા ઊભી કરી છે. જોકે, અદાલતે પોલીસના આ કારણોને અપૂરતા અને અસંવેદનશીલ ગણાવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કયું કે પીડિતા સગીર અને માનસિક રીતે અસ્થિર હોય ત્યારે તેની વધુ કાળજી રાખવી જોઈએ.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદની પી. ઓ. સી. એસ. ઓ. કોર્ટે બળાત્કારના કેસમાં પોલીસ અહેવાલને નકારી કાઢ્યો, નવેસરથી તપાસનો આદેશ આપ્યો | Achira News