Achira News Logo
Achira News

અમદાવાદની મહિલાએ ત્રણ તલાક પછી દુર્વ્યવહાર અને દહેજની માંગણી કરી

Gujarat Samachar
અમદાવાદની મહિલાએ ત્રણ તલાક પછી દુર્વ્યવહાર અને દહેજની માંગણી કરી
Full News
Share:

Triple Talaq Case in Ahmedabad:અમદાવાદમાં દહેજની માંગણી અને ત્રિપલ તલાકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફતેવાડીમાં રહેતા સાસરિયાઓએ પરિણીતા પાસે મકાન અને એસી જેવા દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં નણંદના પ્રેમપ્રકરણની જાણ થતાં ઉશ્કેરાયેલા સાસરિયાઓએ પરિણીતાના પિયરમાં જઈને મારઝૂડ કરી હતી. આ દરમિયાન પતિએ ત્રણ વખત તલાક બોલીને સંબંધ કાપી નાખતા સમગ્ર મામલે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. પતિના નામે મકાન અને નવુ AC લઈ આપવા પરિણીતા પર દબાણ અમદાવાદ શહેરના જુહાપુરાના ફતેવાડીમાં વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીના લગ્ન ગત 20 ડિસેમ્બર 2024ના રોજ ફતેવાડીમાં જ રહેતા અબ્દુલસમદ યુસુફ શેખ સાથે સમાજના રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નના એક મહિના સુધી બધું સારું ચાલ્યા બાદ સાસુ, સસરા અને નણંદે 'દહેજ ઓછું લાવી છે તારા પિતાએ મકાન નથી આપ્યું' તેમ કહી મેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું. આમ, સાસરિયા પક્ષ દ્વારા પરિણીતાને મકાન પતિના નામે કરવા અને નવું એસી લાવવા દબાણ કરતા હતા અને ઘરકામમાં નાની-મોટી ભૂલો કાઢીને પરિણીતાને ગાળો ભાંડીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Gujarat Samachar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદની મહિલાએ ત્રણ તલાક પછી દુર્વ્યવહાર અને દહેજની માંગણી કરી | Achira News