Achira News Logo
Achira News

અમદાવાદની શાળામાં પાણીની બોટલમાં ગોળી વાગતા હોબાળો

Sandesh
અમદાવાદની શાળામાં પાણીની બોટલમાં ગોળી વાગતા હોબાળો
Full News
Share:

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં એક વિદ્યાર્થીની વોટર બોટલમાં કોઈએ અજાણી ગોળી નાખી દેતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ વાલીઓમાં રોષ ફેલાયો હતો અને ઝેર આપવામાં આવ્યું હોવાની અફવાઓને કારણે શિક્ષણ જગતમાં ચકચાર મચી હતી. જોકે, રાહતની વાત એ છે કે પીડિત વિદ્યાર્થી હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) તાત્કાલિક પગલાં લેતા શાળા સંચાલકોને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો છે અને કડક નોટિસ પાઠવી છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાને આપવામાં આવેલી નોટિસમાં સમગ્ર ઘટનાનો વિસ્તૃત ખુલાસો માંગવામાં આવ્યો છે. શાળામાં સીસીટીવી કેમેરા હોવા છતાં આવી ઘટના કેવી રીતે બની અને તે સમયે સ્ટાફની શું ભૂમિકા હતી, તે જાણવા માટે ડીઈઓ દ્વારા સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષામાં થયેલી આ ગંભીર બેદરકારીને પગલે અન્ય શાળાઓ માટે પણ આ એક લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. હાલ પોલીસ અને શિક્ષણ વિભાગ આ ગોળી કોણે નાખી અને તેનો હેતુ શું હતો તે દિશામાં ઉંડી તપાસ કરી રહ્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમદાવાદની શાળામાં પાણીની બોટલમાં ગોળી વાગતા હોબાળો | Achira News