અમદાવાદ તા.૧૯: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી બે કરોડની નકલી નોટ ઝડપાઈ છે. સત્યમ યોગ ફાઉન્ડેશનની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી ગાડીમાં નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડતાં કારમાંથી નકલી નોટનો જથ્થો મળી આવ્યો છે. જેમાં પોલીસે એક મહિલા સહિત ૬ આરોપીઓની ધરપકડ કરી છે. ૫૦૦ના દરની ૨.૧૦ કરોડ રૂપિયાની બનાવટી નોટ જપ્ત કરાઈ છે. આ તમામ નકલી નોટ સુરતના વરાછામાં છાપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. સદગુરૂ પ્રદીપના આશ્રમમાં નકલી છપાતી હતી. પોલીસે પ્રદીપની અટકાયત કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. કામરેજના ધોરણ પારડીના તાપી કિનારે સદગુરૂ પ્રદીપનું ભવ્ય આશ્રમ આવેલું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી નોટો પડાવવા મામલે મોટો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. એક ફોર્ચ્યુનર કારમાંથી નકલી નોટોના મોટા જથ્થો મળી આવ્યો હતો. જેમાં એક મહિલા સહિત કુલ ૬ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે કારમાંથી ૫૦૦ ના દરની અંદાજે ૨ કરોડ રૂપિયાથી પણ વધુની કિમતની બનાવટી ભારતીય ચલણી નોટો મળી આવી છે. જપ્ત કરાયેલી નોટોનો આંકડો ઘણો મોટો હોવાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ નોટોની ગણતરી અને પંચનામાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નકલી નોટો ક્યાં છાપવામાં આવી હતી અને બજારમાં કઈ જગ્યાએ વટાવવાની હતી, તે મામલે મોટો પર્દાફાશ થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સુરતના સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કારમાં આયુષ મંત્રાલય લખેલી કારનો ઉપયોગ કરાતો હતો. ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા લખેલી ગાડીમાં જ નકલી નોટોની હેરાફેરી થતી હતી. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં મોટી કાર્યવાહી કરીને નકલી નોટ જપ્ત કરી છે. જેમાં અમદાવાદથી ૨.૧૦ કરોડની નકલી નોટ પકડાઈ છે. તો સુરતમાં ૮૦ લાખની નોટો કબ્જે કરાઈ છે. ક્રાઈમ બ્રાચે ૬ ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના વરાછા નોટો છાપવાનું પ્રિન્ટીંગ મશીન પણ કબ્જે કરાયું છે. સુરતમાં જ્યાં નોટ ચાલવામાં આવી હતી ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. મોટો ખુલાસો એ છે કે, સત્યમ યોગ ફાઉન્ડેશન સદગુરૂ પ્રદીપજી નામે યુવક ચલાવે છે. પ્રદીપ ગુરુજી તરીકે તે ફેમસ છે. જે અગાઉ રાજકોટ રહેતો હતો. પ્રદીપ ગુરુજી રાજકોટમાં પટેલ ફાઉન્ડેશનના નામથી યોગ ક્લાસ ચલાવતો હતો. થોડા વર્ષોથી પ્રદીપ ગુરુજી સુરતમાં યોગ આશ્રમ ચાલુ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ૨.૧૦ કરોડની નકલી નોટ જપ્ત કરવાનો મામલે નવા ખુલાસા થયા છે કે, જપ્ત કરેલી ફોર્ચ્યુનર કાર પ્રદીપ જોટંગિયાના નામના વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરેલી ફોર્ટ્યુનર કારમાં લાકડાની ચાકડી મળી આવી છે. ગાડીમાં અન્ય કોણ હતું અને કોની ચાકડી છે તે અંગે અનેક સવાલો ઉભા થયા છે.
અમદાવાદમાં 2 કરોડની નકલી નોટ ઝડપાઈ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.