અમદાવાદના વાસણા વિસ્તારમાં વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાણમાં ફસાવી હતી અને હોટલમાં લઇ જવા માટે આરોપીઓએ સગીરાનું ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવ્યું હતુ, અને એક વાર હોટલમાં પણ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ સંગઠનોએ કિશોરી અને વિધર્મી યુવકને ઝડપ્યા અને સગીરાના પિતાએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની દિકરી તથા તેની બંન્ને બહેનપણીઓ નાની સગીર વયની હોવાનું જાણવા છતા પ્રેમ જાળમાં ફસાવી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી આરોપીઓ લઈ ગયા હોવાની વાત સામે આવી હતી અને પોલીસે ટેકનિકલ સોર્સના આધારે 01-અમીરઅલી સાકૌરઅલી શેખ 02-મોહમંદસીરાજ ફકીરમહોમંદ સલમાની 03-અલ્તાબઅલી કિસ્મતઅલી અન્સારીની ધરપકડ કરી છે, તો ગુપ્તાનગરમાં મકાન ભાડે રાખી આ લોકો રહેતા હતા અને કિશોરીને ફસાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપેલી નકલી નોટો મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. રિઝર્વ બેંકની તપાસમાં આ નોટો હાઈ સિક્યુરિટી હોવાનું સામે આવ્યું છે. હવે આ નકલી નોટો તપાસ માટે નાગપુર પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવશે. કોર્ટે તમામ સાત આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 30 તારીખ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂઆત કરતાં કેટલાક મુદ્દા રજૂ કર્યા હતાં. આરોપીઓએ 500 રૂપિયાના દરની ભારતીય ચલણી નોટને સ્કેન કરી તેને એડિટ કરી નોટના સિરિયલ નંબર બદલીને કરોડો રૂપિયાની નકલી નોટો છાપી હતી. આરોપી મુકેશ ઠુમ્મરના ઘરેથી ભારતીય ચલણની 500 રૂપિયાના દરની 5600 નકલી નોટો મળી આવી છે. આરોપીઓે સુરત નજીકના વિસ્તારમાં નકલી નોટો બજારમાં ફરતી કરી હોવાની પણ શક્યતાઓ છે. આરોપી મુકેશ ઠુમ્મરે નોટો બનાવવા માટેના કાગળ ચીનથી મંગાવ્યા હતાં. પોલીસે કહ્યું હતું કે, કઈ એપ્લિકેશન મારફતે આ કાગળો મંગાવ્યા તેની તપાસ કરવાની બાકી હોવાથી રિમાન્ડની માગ કરાઈ છે. આરોપીઓના બેંક ખાતા અને વાર્ષિક રિટર્નની માહિતી મેળવી આવકના સ્ત્રોત બાબતે તપાસ કરવા અને કોઈ અપ્રમાણિત મિલકતો વસાવી છે કે કેમ તે અંગે તપાસની જરૂર છે. પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી લેપટોપ, કલર પ્રિન્ટર, પેપર કટર અને નોટ બનાવવાના કાગળો તથા અડધી છપાયેલી નકલી નોટો જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ એકબીજા સાથે 10 વર્ષથી સંપર્કમાં હતાં. આરોપીઓએ અઢીથી ત્રણ કરોડની કિંમતની ભારતીય ચલણની 500ના દરની નકલી બનાવટી નોટો બનાવી છે. આરોપીઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપતા નથી.આ પણ વાંચોઃ Gujarat Weather News : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 માર્ચે વરસાદની શક્યતા, 24 કલાક બાદ ગરમીમાં વધારો થશે અમદાવાદના સરખેજ પોલીસે હત્યાના આરોપીઓનું કર્યુ રી-કન્સ્ટ્રક્શન અને સરખેજ પોલીસે 5 આરોપીની કરી ધરપકડ, બે દિવસ પહેલા થયેલ હત્યામાં રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને આ કેસમાં અન્ય એક સગીર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે, અગાઉની અદાવતમાં કરાઈ હતી હત્યા. આશિષ ઠાકોર અને સંજય ઠાકોરની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી આડા સંબંધો ચાલતા હતા. બે માસ પહેલા આ વાતની જાણ થતા સંજય અને તેના પરિવારે આશિષને માર માર્યો હતો અને ત્યારબાદ સમાધાન થયું હતુ, 17 માર્ચ 2026ના રોજ રાત્રિના સમયે આશિષે સંજયની પત્નીને લઈને પોતાના ફોટો સાથે વોટ્સએપ પર એક બીભત્સ સ્ટેટસ મૂક્યું હતું. આ સ્ટેટસ હટાવવા માટે સંજય અને મહેશ ઉર્ફે રાજુ ભાભરે અનેકવાર ચેતવણી આપી, પણ આશિષે સ્ટેટસ હટાવ્યું નહીં અને આ વાત ને લઇ ને આરોપીઓ આશિષ ઠાકોરના ઘર બહાર આવી ગયા હતા હથિયારો સાથે અને હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા 6 શખ્સો હથિયારો સાથે આશિષના ઘર બહાર ત્રાટક્યા હતા. જીવ બચાવવા આશિષ ઘરમાં છુપાઈ ગયો, પરંતુ હુમલાખોરોએ આશિષના પરિવારજનો અને સબંધીઓ પર આડેધડ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં આશિષના સબંધી ભાઈ ગોવિંદ ઠાકોરને છરીના ઘા વાગતા તેમનું મોત થયું હતું, જ્યારે નરેશ ઠાકોર અને જયેશ ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ પણ વાંચો : Surendranagar News : કચ્છના નાના રણમાં કમોસમી વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન, સોલાર પેનલો તૂટીને ઢળી પડી અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો. ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ -૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના કામે રૂ. ૨,૪૮,૧૨,૪૧૩/- વિશ્વાસધાત છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી તથા કર્મચારીઓને ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુખ્ય આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થીક ગુના નિવારણ શાખાના અધિકારી/કર્મચારીઓ આવા ગુના શોધી કાઢવા કાર્યશીલ હતા. ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨)¸૩૧૬(૫)¸૫૪ મુજબની ફરીયાદ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થઈ હતી. ફરીયાદી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાન ઉ.વ-૬૬ ધંધો-વેપાર રહે-મ.નં-૪૪૪, લેન નં.૧૯ સત્યાગ્રહ છાવણી ભાવનિર્ઝર સેટેલાઇટ. 01- દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 02-ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 03- મંજુલાબેન વા/ઓ દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ 04-કિંજલબેન વા/ઓ ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 05-યામીકાબેન વા/ઓ જયદિપ મહેશભાઇ ખત્રી 06- જયદિપ મહેશભાઇ ખત્રી આ ગુનાની તપાસ ન્યુ કલોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.સાટીયા ચલાવી રહ્યાં છે અને તેઓએ એસ.આઇ.ટી. ન્યુ કલોથ માર્કેટ વિંગના કર્મચારીઓને સાથે રાખી મોબાઇલ નંબરોના સી.ડી.આર/એસ.ડી.આર. મેળવી કંન્ટ્રોલ રૂમ ખાતેથી આરોપીઓના વાહનોના નંબર મેળવી તેઓની અવરજવર ના સમય મેળવેલ ત્યાર બાદ આ કામના આરોપીઓ ગુજરાત અમદાવાદમાં હોવાની કડી મેળવેલ અને આરોપીઓને પકડવા સારૂ ટીમ બનાવી અમદાવાદ ખાતેથી પકડયા હતા. આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી
અમદાવાદમાં સગીર છોકરીને પ્રેમના જાળમાં ફસાવવા બદલ ત્રણ લોકોની ધરપકડ
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.