વોશિગ્ટન,દુબઈ/વોશિંગ્ટનઃ ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સે રવિવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈસ્લામિક ગણરાજ્ય સાથે ‘અસંભવ’ મિલિટ્રી ઓપરેશન અથવા સમજૂતી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં હોવાનો દાવો કર્યાે હતો. આ સાથે ઈરાને અમેરિકાને ૩૦ દિવસના યુદ્ધવિરામનો ૧૪ મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, ટ્રમ્પે આ પ્રસ્તાવની સમીક્ષા કરવાની સાથે તે સ્વીકૃત નહીં હોય તેવા પણ સંકેત આપ્યા હતા. સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ઈરાને ૪૭ વર્ષ સુધી કરેલા કૃત્યોની હજુ સુધી યોગ્ય કિંમત ચૂકવી નથી. આ નિવેદને ફરી યુદ્ધ ભડકવાની આશંકા ઊભી કરી છે.મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલે ૨૮ ફેબુÙઆરીએ ઈરાન સામે શરૂ કરેલું યુદ્ધ ૮ એપ્રિલથી અટકેલું છે. ત્યાર પછી પાકિસ્તાનમાં શાંતિ મંત્રણાનો નિષ્ફળ પ્રયત્ન થઈ ગયો છે. આ સિવાય ઈરાન દ્વારા હોર્મુઝની ખાડી પર નાકાબંધી સામે અમેરિકાએ ઈરાનના બંદરો પર નાકાબંધી કરેલી છે. આ સામ-સામી નાકાબંધી વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ મંત્રણા થઈ શકી નથી અને ત્યારથી અમેરિકા અને ઈરાન ધાક-ધમકી વચ્ચે પરસ્પર શાંતિ પ્રસ્તાવો આપી રહ્યા છે.ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સે કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પાસે યુદ્ધવિરામ અંગે નિર્ણય લેવાનો સમય ઘટી ગયો છે. તેમણે આ માટે ચીન, રશિયા અને યુરોપના વલણમાં આવેલા ફેરફાર ટાંક્યા હતા. આ સાથે ઈરાને પ્રમુખ ટ્રમ્પને ૧૪ સૂત્રોનો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો. ઈરાને કહ્યું, બંને પક્ષો વચ્ચે પેન્ડિંગ મુદ્દાનો ૩૦ દિવસમાં ઉકેલ આવવો જોઈએ અને યુદ્ધવિરામને લંબાવવાના બદલે યુદ્ધ સમાપ્ત કરવા પર ધ્યાન આપવું જોઈએ. તહેરાનના પ્રસ્તાવમાં ઈરાનની સરહદેથી અમેરિકન સૈન્ય દળોને પાછા હટાવવા, નાકાબંધી દૂર કરવી, ઈરાનની જપ્ત સંપત્તિઓને મુક્ત કરાવવી અને પ્રતિબંધ હટાવવાનો સમાવેશ થાય છે. સાથે લેબનોન સહિત બધા જ મોરચા પર યુદ્ધ સમાપ્ત કરવા અને હોર્મુઝની ખાડી માટે એક નવા તંત્ર પર સહમતીનો પણ ઉલ્લેખ કરાયો હતો.હોર્મુઝની ખાડીમાં ઈરાનના બંદરો પર અમેરિકાની નાકાબંધીના કારણે ઈરાનનું ચલણ રિયાલ સતત બીજા દિવસે રવિવારે યુએસ ડોલર સામે વધુ નબળું થયું હતું. તહેરાનના મુખ્ય ચલણ એક્સચેન્જ પર રિયાલ ડોલર સામે ૧૮.૪૦ લાખના નવા તળીયે ટ્રેડ થયો હતો. આગામી દિવસોમાં રિયાલમાં વધુ કડાકાની આશંકા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા સ્થગિત, સૈન્ય કાર્યવાહી શરૂ
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.