Achira News Logo
Achira News

અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં નિર્ણાયક જીતનો દાવો કર્યો, મોટા હુમલાની યોજના બનાવી

Akila News
અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં નિર્ણાયક જીતનો દાવો કર્યો, મોટા હુમલાની યોજના બનાવી
Full News
Share:

વોશિંગ્‍ટન તા.૨૦: અમેરિકા અને ઈરાન વચ્‍ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્‍યો છે. અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથે પેન્‍ટાગોન બ્રીફિગ દરમિયાન ઈરાન પર અત્‍યાર સુધીના સૌથી મોટા પેકેજ સ્‍ટ્રાઈકની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી છે. તેમણે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું છે કે,અમેરિકા આ યુદ્ધ નિર્ણાયક રીતે જીતી રહ્યું છે અને દુશ્‍મનોનો શિકાર કરી રહ્યું છે. રક્ષામંત્રીએ જણાવ્‍યું કે,અત્‍યાર સુધીમાં અમેરિકાએ ઈરાનના સૈન્‍ય માળખા અને વ્‍યૂહાત્‍મક સ્‍થાનો પર ૭,૦૦૦ થી વધુ લક્ષ્યોને નિશાન બનાવ્‍યા છે. આ કોઈ નાની કાર્યવાહી નથી,પરંતુ ભારે બળનો સચોટ ઉપયોગ છે. હેગસેથે ઉમેર્યું કે,આજે રાત્રે ઈરાન પર ફરીથી મોટો હુમલો થશે. અમે ઉપરથી મોત અને તબાહી વરસાવી રહ્યા છીએ અને આ જંગ અમારી શરતો પર જીતી રહ્યા છીએ. યુએસ ડિફેન્‍સ સેક્રેટરી પીટ હેગસેથે ઈરાન યુદ્ધ અને ઓપરેશન એપિક ફયુરી અંગે એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે અમે તેમનો પીછો કરી રહ્યા છીએ અને તેમને મારી રહ્યા છીએ. ઈરાન પર આજે સૌથી મોટો પેકેજ હુમલો થવા જઈ રહ્યો છે. હેગસેથે પેન્‍ટાગોન બ્રીફિગમાં ઈરાન સામે નિર્ણાયક વિજયનો દાવો કર્યો. તેમણે કહ્યું,દુનિયા,મધ્‍ય પૂર્વ,યુરોપમાં આપણા કૃતઘ્‍ન સાથીઓ અને આપણા કેટલાક પ્રેસને પણ રાષ્ટ્રપતિ ટ્રમ્‍પને ફક્‍ત એક જ વાત કહેવી જોઈએ આભાર. તેમણે ઉમેર્યું કે પ્રેસમાં કેટલાક લોકો ઇચ્‍છે છે કે ટ્રમ્‍પ નિષ્‍ફળ જાય,પરંતુ આપણે યુદ્ધ જીતી રહ્યા છીએ. હેગસેથે એક અંગત અનુભવ શેર કરતાં કહ્યું,ગઈકાલે રાત્રે મારો ૧૩ વર્ષનો પુત્ર મારી ઓફિસમાં આવ્‍યો અને ડોવરમાં મળેલા યુદ્ધ અને તે પરિવારો વિશે પૂછ્‍યું જેના સભ્‍યો શહીદ થયા હતા. મેં તેની તરફ જોયું અને કહ્યું, 'દીકરા,તેઓ તારા માટે મૃત્‍યુ પામ્‍યા. જેથી તારી પેઢીને ઈરાનના પરમાણુ શષોનો સામનો ન કરવો પડે.'ઈરાનની પરિસ્‍થિતિ અંગે,તેમણે કહ્યું,ઈરાનીઓ હજુ પણ ગોળીબાર કરશે... આપણે જાણીએ છીએ કે તેઓ કરશે,પરંતુ જો તેઓ કરી શકે,તો તેઓ ઘણું વધારે ગોળીબાર કરશે. તેઓ હવે તે કરી શકતા નથી. અત્‍યાર સુધી,અમે ઈરાનમાં ૭,૦૦૦ થી વધુ લક્ષ્યો અને તેના લશ્‍કરી માળખા પર હુમલો કર્યો છે. આ કોઈ નાનો હુમલો નથી - આ ચોકસાઈ સાથે જબરદસ્‍ત બળનો ઉપયોગ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અમેરિકાએ ઈરાન સામેના યુદ્ધમાં નિર્ણાયક જીતનો દાવો કર્યો, મોટા હુમલાની યોજના બનાવી | Achira News