Achira News Logo
Achira News

અલકા યાગ્નિકે જન્મદિવસની ઉજવણી કરીઃ બાળ ગાયકથી બોલિવૂડ આઇકોન સુધીની સફર

Akila News
અલકા યાગ્નિકે જન્મદિવસની ઉજવણી કરીઃ બાળ ગાયકથી બોલિવૂડ આઇકોન સુધીની સફર
Full News
Share:

(જીતેન્‍દ્ર રૂપારેલિયા...) વાપીઃ ભારતનુ ગૌરવ અને બોલિવૂડની પ્રખ્‍યાત પ્‍લેબેક સિંગર અલકા યાજ્ઞિકનો આજે જન્‍મદિવસ છે. અલ્‍કા યાજ્ઞિકનો જન્‍મ ૨૦ માર્ચ, ૧૯૬૬ના રોજ કોલકાતામાં એક ગુજરાતી હિન્‍દુ પરીવારમાં, પヘમિ બંગાળમાં થયો હતો. તેમના પિતા શ્રી ધ્રુવ કુમાર યાજ્ઞિક ગુજરાતી હતા અને માતા શ્રીમતી શકુંતલા યાજ્ઞિક પોતે એક સારી ગાયિકા હતા. માતાની પ્રેરણાથી જ અલ્‍કાજીએ નાની ઉંમરથી સંગીત શીખ્‍યું, તેમના નાના ભાઈ સમીર યાજ્ઞિક પણ ગાયક છે. કહેવાય છે કે અલ્‍કાએ માત્ર ચાર વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું અને શાષીય સંગીતની તાલીમ મળી, અને માત્ર ૬ વર્ષની ઉંમરે, ૧૯૭૨ના વર્ષમાં, તેઓ ઓલ ઇન્‍ડિયા રેડિઓ આકાશવાણી, કોલકાતા માટે ભજન ગાવા લાગ્‍યા હતા, ત્‍યાર બાદ ૧૦વર્ષની વયે તેમની માતા તેમને બાળ ગાયિકા તરીકે ગાવાની તક અપાવવા મુંબઈ લઈ આવ્‍યા,જ્‍યારે રાજ કપૂર સાથે ઓળખાણ થઈ, ત્‍યારે રાજ કપૂરે તેઓને પ્રસિદ્ધ સંગીત નિર્દેશક લક્ષ્મીકાન્‍ત પાસે મોકલ્‍યા, લક્ષ્મીકાન્‍તે તેઓને બે વિકલ્‍પ આપ્‍યા , એક કે હાલ માં ડબિંગ આર્ટિસ્‍ટ તરીકે તરત શરૂ કરો, અથવા ૩ વર્ષ રાહ જોયા પછી ગાયિકા તરીકે કેરિયર શરૂ કરો. અલ્‍કાએ ધીરજ સાથે બીજો વિકલ્‍પ પસંદ કર્યો, ૧૯૮૦ના વર્ષમાં પાયલ કી જનકાર ફિલ્‍મ માટે ગીત ગાઈ બોલિવૂડમાં કારકીર્દીની શરૂઆત કરી ત્‍યારબાદ ૧૯૮૧ ની ફિલ્‍મ લાવારિસ માટે મેરે અંગને મેં ગીત ગાયું, ખાસ્‍સી પ્રસિદ્ધિ મેળવી પરંતુ તેમને સાચી લોકપ્રિયતા અપાવી વર્ષ ૧૯૮૮ ના તેજાબ ફિલ્‍મના એક દો તીન ગીતે, જે ખુબ જ હિટ રહ્યું અને તેઓને પ્રથમ ફિલ્‍મફેર એવોર્ડ અપાવ્‍યો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

અલકા યાગ્નિકે જન્મદિવસની ઉજવણી કરીઃ બાળ ગાયકથી બોલિવૂડ આઇકોન સુધીની સફર | Achira News