વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વેરીભોવાડા ગામના વેરી ફળિયામાં આવેલી આંગણવાડીનું મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આશરે 75 જેટલા નાના બાળકોને ભારે મુશ્કેલીઓ વચ્ચે અભ્યાસ કરવો પડી રહ્યો છે. મકાનની દયનીય સ્થિતિને કારણે અહીં બાળકોને બેસાડવું જોખમી બનતાં, હાલ તેઓને ગામના અન્ય લોકોના ઘરમાં બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા ઘણા સમયથી યથાવત છે છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. આંગણવાડી કાર્યકરો પણ મજબૂરીમાં વિકલ્પરૂપે બાળકોને અન્યત્ર ભણાવવા મજબૂર બન્યા છે, જેના કારણે શિક્ષણની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ મુદ્દે ગામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. તેઓએ તંત્ર પાસે તાત્કાલિક નવા આંગણવાડી મકાનના નિર્માણની માંગ ઉઠાવી છે. ગામજનોનો સ્પષ્ટ મત છે કે નાના બાળકોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન સ્વીકાર્ય નથી. હવે સ્થાનિક તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલા સમયમાં ઉકેલે છે તે જોવાનું રહ્યું છે. જોકે વલસાડ જિલ્લામાં ઘણી જગ્યાઓ પર આંગણવાડીઓ જર્જરીત જોવા મળી રહી છે. જયારે ઘણી જગ્યાઓ પર આંગણવાડીના બાળકોને ઓટલા ઉપર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કપરાડા વિસ્તારમાં આંગણવાડીની હાલત કફોડી જોવા મળી રહી છે. માટે શિક્ષણ વિભાગ દ્વારા લાંબા સમયથી આ સમસ્યા નું નિરાકરણ કરે તે જરૂરી છે. બાકી હાલમાં તો કપરાડા તાલુકાના વેરીભોવાડા ગામની આંગણવાડીના બાળકોના જીવ જોખમે અભ્યાસ કરે છે.
આંગણવાડીઓની જર્જરિત ઈમારતની સ્થિતિ વચ્ચે ગામડાના બાળકો મુશ્કેલીમાં મુકાયા
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.