Achira News Logo
Achira News

આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને નકારી કાઢ્યા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી

Western Times
આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને નકારી કાઢ્યા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી
Full News
Share:

સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનને ભારતનો જવાબ પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર રોક લગાવી હતી નવી દિલ્હી,જમ્મુ કાશ્મીરમાં કિશનગંગા અને રતલે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ મુદ્દે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી ન્યાયાલયના ચુકાદાને ભારતે ફગાવ્યો છે. વિદેશ મંત્રાલયે આ મામલે કહ્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત થઈ ગઈ છે. એવામાં ભારત આ સંધિ હેઠળ કોઈ પણ જવાબદારી નિભાવવા માટે બંધાયેલું છે. વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, આ કોર્ટ જ ગેરકાયદે છે. કાયદાની નજરે આ કોર્ટનું કોઈ અસ્તિત્વ નથી. એક સંપ્રભુ રાષ્ટ્ર ભારતની કોઈ પણ કાર્યવાહીની તપાસ કરવાનો આ કોર્ટને કોઈ અધિકાર જ નથી. ભારતે ક્યારેય આ તથાકથિત ઈન્ટરનેશલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનને માન્યતા આપી નથી. આ મંચ દ્વારા કરાયેલી કોઈ પણ કાર્યવાહી, નિર્ણય કે આદેશ ગેરકાયદે અને અમે અમે તેને કોઈ માન્યતા આપતા નથી. વૈશ્વિક આતંકવાદના રૂપમાં ભૂમિકાથી બચવા માટે પાકિસ્તાનના ઈશારે આ નાટક ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચો પર હેરફેર કરવાની પાકિસ્તાનની દાયકાઓ જૂની ટેવ રહી છે. નોંધનીય છે કે નેધરલેન્ડ સ્થિત આ કોર્ટે ભારતને કહ્યું હતું કે ૯ ફેબ્›આરી સુધીમાં કિશનગંગા અને રતલે હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ઓપરેશનલ લાગબુક જમા કરાવો. નોંધનીય છે કે પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પર રોક લગાવી હતી. ભારત હવે નદીના પ્રવાહ, પૂરની ચેતવણી, ગ્લેશિયર ઓગળવાની ચેતવણી સહિતની જાણકારી પાકિસ્તાનને આપતું નથી.ss1

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

આંતરરાષ્ટ્રીય અદાલતના ચુકાદાને નકારી કાઢ્યા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી | Achira News