Achira News Logo
Achira News

આંતરરાષ્ટ્રીય સુખ દિવસની ઉજવણીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

Akila News
આંતરરાષ્ટ્રીય સુખ દિવસની ઉજવણીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
Full News
Share:

મુંબઈ,તા.૨૦: આજે ઇન્‍ટરનેશનલ ડે ઓફ હેપ્‍પીનેસ' ની ઉજવણી કરાય છે. ત્‍યારે ગુજરાત સુખાકારીના મામલે દેશમાં ત્રીજા નંબરે આવે છે. નેશનલ સ્‍ટેટીસ્‍ટીકલ ઓફિસના સર્વે મુજબ ગુજરાતમાં લગભગ ૮૫% લોકો પોતાનું જીવન સંતોષકારક ગણાવે છે.ગામ્‍ય વિસ્‍તારમાં આ આંકડો ૮૮% અને શહેરી વિસ્‍તારમાં આ આંકડો ૮૧% છે. નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે અનુસાર ગુજરાતમાં ૭૦% લોકો માનસિક રીતે સ્‍થિર છે. પરંતુ અંદાજે ૧૨% લોકો તણાવના લક્ષણો અનુભવી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં કામનું ભારણ, ટ્રાફિક અને ઝડપી જીવનશૈલીના કારણે તણાવમાં વધારો નોંધાયો છે. આરોગ્‍ય નિષ્‍ણાતોના મતે શહેરી વિસ્‍તારમાં લગભગ ૧૮ થી ૨૦% લોકો સ્‍ટેસનો સામનો કરી રહ્યા છે. આર્થિક દ્રષ્ટિએ ગુજરાત મજબુત છે. રાજ્‍યનો વૃદ્ધી દર ૮% આસપાસ રહેતા લોકોના જીવનસ્‍તરમાં સુધારો થયો છે. છતાંય આવકમાં અસમાનતા અને માનસિક દબાણ જેવા મુદ્દાઓ પડકારરૂપ છે. સરકાર દ્વારા માનસિક આરોગ્‍ય અભિયાન, યોગ વેલનેસ કાર્યક્રમો દ્વારા સુખાકારી વધારવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. દેશમાં કેરાલા સુખાકારીના મામલે પ્રથમ છે. મહારાષ્ટ્રમાં આવક વધુ છે છતાંય સ્‍ટ્રેસ લેવલ વધુ છે. ગુજરાતમાં ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારો વધુ ખુશ છે. શહેરી વિસ્‍તારમાં તણાવની સમસ્‍યા છે. રાજ્‍ય આરોગ્‍ય વિભાગના આંકડા મુજબ છેલ્‍લા પાંચ વર્ષમાં માનસિક સ્‍વાસ્‍થ્‍ય કેસોમાં ૨૦% નો વધારો નોંધાયો છે. કાઉન્‍સેલિગ સેન્‍ટર અને હેલ્‍પલાઈન નંબરની માંગ વધી રહી છે ખુશ રહેવા શું કરવું જોઇએ?

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

આંતરરાષ્ટ્રીય સુખ દિવસની ઉજવણીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે | Achira News