Achira News Logo
Achira News

આદિવાસી વિસ્તારને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની મરામત ન થવાને કારણે અવરજવરમાં સમસ્યા ઊભી થાય છે

Divya Bhaskar
આદિવાસી વિસ્તારને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની મરામત ન થવાને કારણે અવરજવરમાં સમસ્યા ઊભી થાય છે
Full News
Share:

શામળાજી તાલુકાના વાદિયોલ આંગણવાડીથી કાદવીયા આદિવાસી વિસ્તાર થઈ નેશનલ હાઈવેને જોડતો ચાર કિલોમીટરનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી કાચો હોવાના કારણે સ્કૂલમાં અવરજવર કરતા બાળકો અને ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ રસ્તા અંગે કોઈ જ કાર્યવાહી હાથ ન ધરાવતા ગ્રામ પંચાયતના સરપંચ રાહુલભાઈ ગામેતીએ માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરના સચિવ લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, કાચા રસ્તાને પાકો ડામર રોડ બનાવવા માટે જોબ નંબર ફાળવવા બાબતે તારીખ 12 માર્ચ 2026ના રોજ રજૂઆત કરી છે. ગ્રામ પંચાયત સત્તાવાળાઓ અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ચાર કિલોમીટર લંબાઇ ધરાવતો રસ્તો પાકો બનાવવા માટે અગાઉ અનેક વખત વિભાગીય તંત્ર અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં રસ્તાનું ડામર કામ મંજૂર કરવામાં ન આવતા રસ્તો કાચો હોવાના કારણે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકતી નથી. ગ્રામજનોને હાઇવે સુધી પહોંચવા માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા અગાઉ આ રસ્તો પાકો બનાવવામાં આવે તેવી ગ્રામ પંચાયત સત્તાવાળાઓ અને ગામજનો દ્વારા રજૂઆત કરી માગણી કરવામાં આવી છે. ખેડબ્રહ્મા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીના કાર્યાલય ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

આદિવાસી વિસ્તારને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની મરામત ન થવાને કારણે અવરજવરમાં સમસ્યા ઊભી થાય છે | Achira News