સંજય ડાંગર દ્રારા -ધ્રોલ,તા.૨૦: જામજોધપુરઃ હાલારની પવિત્ર ધરા પર જ્યારે ભક્તિ અને શક્તિનો સંગમ થાય છે ત્યારે આધ્યાત્મિકતાનો એક અનોખો માહોલ સર્જાય છે. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ નારીયેરા નેશ ખાતે આગામી ચૈત્ર માસમાં આવો જ એક દિવ્ય અવસર આકાર લેવા જઈ રહ્યો છે. ચારણ જગદંબા આઇશ્રી વાલબાઈ માતાજીના પાવન ધામમાં,સર્વ સેવકગણના પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મંગલકારી ભાગવત કથાના તપોમય વ્યાસાસન પર પ્રખર યુવા આચાર્ય શાસ્ત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રસાદ (રસરાજ) બિરાજશે. તેઓ પોતાની આગવી અને સુમધુર સંગીતમય શૈલીમાં શ્રોતાઓને ભાગવતજીના ગૂઢ રહસ્યો અને ભગવાનની લીલાઓનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩:૩૦ થી ૬ સુધી રાખવામાં આવ્યો છે. વિક્રમ સંવત ૨૦૮૨,ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં કથાના વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. જેમાં ૨૪ માર્ચના રોજ પોથી યાત્રા સાથે કથાનો પ્રારંભ થશે. ૨૬ માર્ચે નૃહસિહ પ્રાગટ્ય,૨૭ માર્ચે શ્રી રામ પ્રાગટ્ય અને સાંજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ (નંદ મહોત્સવ) ઉજવાશે. ૨૯ માર્ચે શ્રી રૂકમણી વિવાહ અને ૩૦ માર્ચના રોજ સુદામા ચરિત્ર સાથે કથાનું વિરામ થશે. આ મહોત્સવમાં અનેક દિવ્ય વિભૂતિઓ પધારીને આશીર્વચન પાઠવશે. ગાયત્રી આશ્રમ - ગધેથડના પૂજ્ય લાલદાસ બાપુએ આ પ્રસંગે વિશેષ આશીર્વાદ આપતા જણાવ્યું છે કે,આઇશ્રી વાલબાઈ માતાજીના સાનિધ્યમાં થઈ રહેલું આ કાર્ય અનેક જીવાત્માઓના મોક્ષનું કારણ બનશે. આ ઉપરાંત સોનલધામ-મઢડાથી કંચન માં,રામપરાથી રૂપલ માં,જામ ખંભાળીયાથી હિરલ માં,ગાંગેચાથી સોનલ માં અને જુનાગઢથી આઇ શ્રી દેવલ માં સહિતના શક્તિસ્વરૂપો પધારીને ભક્તોને દર્શનનો લાભ આપશે. સાથે જ શ્રી જેન્તીરામ બાપા (ઘુનડા),દિગંબર જિનોદગીરી બાપુ (સતાપર),રવિ ભારતી બાપુ (નારીયેરા નેશ) અને અન્ય અનેક સંતો-મહંતો તેમજ ભુવા આતાશ્રીઓ આ પ્રસંગની શોભા વધારશે.
આધ્યાત્મિક સંગમઃ ભાગવત સપ્તા જ્ઞાન યજ્ઞથી ચૈત્ર માસની ઉજવણી થાય છે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.