Achira News Logo
Achira News

આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ'એક દિન "નિષ્ફળ, અભિનેત્રી મદાલસા શર્માએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Sandesh
આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ'એક દિન "નિષ્ફળ, અભિનેત્રી મદાલસા શર્માએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Full News
Share:

આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ એક દિન શુક્રવારે રિલીઝ થઈ. આ રોમેન્ટિક ડ્રામામાં જુનૈદ ખાન સાઈ પલ્લવીની સામે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો છે. સાઈ પલ્લવીએ આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ હતી અને ખુદ આમિર ખાને તેનું પ્રમોશન કર્યું હતું, પરંતુ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. ફિલ્મના રિવ્યુઝ પણ ખરાબ રહ્યા છે. Sacnilk મુજબ, ફિલ્મે બીજા દિવસે માત્ર 1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મને 1765 શો મળ્યા અને 14.2 ટકા ઓક્યુપન્સી જોવા મળી. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણેય ભાષાઓમાં રિલીઝ થઈ છે. ટીવી સિરિયલ અનુપમામાં કાવ્યાની ભૂમિકા ભજવ્યા બાદ અભિનેત્રી મદાલસા શર્મા ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે. આ સિરિયલથી તેને ઘરે-ઘરે ઓળખ મળી. હવે અભિનેત્રીએ તેના એક ઇન્ટરવ્યુમાં તેની કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તમે પણ હેરાન રહી જશો. તેણે જણાવ્યું કે એક પ્રખ્યાત ફિલ્મમેકરે તેની પાસે એક ઘટતી માંગણી કરી હતી. તે સમયે મદાલસા માત્ર 19 વર્ષની હતી. મદાલસા શર્માએ એક પોડકાસ્ટમાં તેની કારકિર્દી વિશે ઘણું બધું જણાવ્યું. આ દરમિયાન તેણે કહ્યું, એક પ્રખ્યાત ફિલ્મમેકરે મને મીટિંગ માટે બોલાવી હતી. તે સમયે હું લગભગ 19 વર્ષની હતી. તેણે મને કહ્યું કે તે એવી છોકરીની શોધમાં છે જે બિકીનીમાં પણ કમ્ફર્ટેબલ હોય. મેં વિચાર્યું કે આમાં કોઈ મોટી વાત નથી. સ્વિમસૂટ પહેરીને 5 સ્ટાર હોટલમાં છોકરીઓ બિકીનીમાં ફરતી હોય છે.... તો મેં તેમને ઓકે કહી દીધું. પછી મારે સ્ટોરી વિશે જાણવું હતું. હું જાણવા માંગતી હતી કે શું આ સ્ટોરીની માંગ છે કે પછી બીજો કોઈ એંગલ છે? ભલે હું 19 વર્ષની હતી, પણ હું સ્માર્ટ હતી. મદાલસા આગળ કહે છે, ડાયરેક્ટરે મને કહ્યું કે તમે બિકીની પહેરો, હું તમારી બોડી લેંગ્વેજ જોવા માંગુ છું. તમારી બોડી લેંગ્વેજ જોઈને ખબર પડશે કે તમે કેમેરા સામે પરફોર્મ કરતી વખતે કમ્ફર્ટેબલ હશો કે નહીં. મેં તેમને કહ્યું કે મને માફ કરજો. હું એક એક્ટર છું. બિકીની હોય, સાડી હોય કે લહેંગા હોય, તે હું કેમેરા સામે પહેરવા માટે કમ્ફર્ટેબલ છું, કારણ કે તે મારા કામનો ભાગ છે. પણ અહીં તમારી સામે પહેરવું એ મારા કામનો ભાગ નથી. જો તમે મારા ટેલેન્ટ પર વિશ્વાસ રાખીને મને કાસ્ટ કરવા માંગતા હોવ તો કરી લો, નહીં તો મને ખબર છે કે દરવાજો ક્યાં છે. મદાલસા શર્માએ જણાવ્યું કે પાછળથી તેણે સમાચારમાં વાંચ્યું કે તે ફિલ્મમેકરે કોઈ અન્યને કાસ્ટ કરી છે. તેણે કહ્યું કે તેણે જેને કાસ્ટ કરી હતી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેણે કહ્યું કે હું જાણતી હતી કે તેમના કહેવાનો મતલબ શું હતો, તેથી આ મારા માટે કોઈ નવાઈની વાત નહોતી. તેણે કહ્યું કે આ નાની ઘટનાઓ જ તમને મજબૂત બનાવે છે. મારી સાથે પણ એવું જ થયું. હું ના કહીને વધુ મજબૂત બનતી ગઈ. મહારાષ્ટ્રની મદાલસા શર્માએ તેની કારકિર્દીની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. બાદમાં તેણે બીજી પણ ફિલ્મોમાં કામ કર્યું. તેણે મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તી ઉર્ફે મિમોહ સાથે લગ્ન કર્યા છે. બંનેએ મળ્યા બાદ તરત જ સગાઈ કરી લીધી હતી અને પછી 6 મહિના બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. આ પણ વાંચો-800 કરોડના રોયલ પેલેસમાં રજાઓ માણી રહી છે આ ફેમસ હિરોઈન, 10 વર્ષ મોટા હીરો સાથે કર્યા લગ્ન મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. તે એક પુત્ર અરહાન ખાનની માતા છે. મલાઈકા અરહાન સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરે છે અને તેની સાથે પૂરો સમય વિતાવે છે. હાલમાં જ મલાઈકાએ જણાવ્યું હતું કે તેનો પુત્ર અરહાન ખાન લગ્ન કરવા માંગતો નથી. ટાઈમ્સ એન્ટરટેઈનમેન્ટ સાથેની વાતચીતમાં મલાઈકાએ જણાવ્યું કે તેનો પુત્ર લગ્ન કરવા માંગતો નથી. મલાઈકાએ કહ્યું, અરહાને આવીને મને કહ્યું કે મમ્મી હું લગ્ન કરવા નથી માંગતો, તેથી તમે ભૂલી જાવ કે તમારે પૌત્ર-પૌત્રીઓ હશે. તો હું આશ્ચર્યમાં હતી કે આવું કેમ? ત્યારે તેણે કહ્યું કે હું શા માટે બાળકોને એવી દુનિયામાં લાવું જ્યાં AQI 500 અને 1000 હોય? મારે આવું કેમ કરવું જોઈએ? આ તેના લાયક નથી. તો મેં કહ્યું કે શું તું પાગલ થઈ ગયો છે? તારે એ બધા અનુભવો લેવા જોઈએ. પછી મેં એમ પણ કહ્યું કે તારે જે કરવું હોય તે કર, બસ ખુશ રહે. આગળ મલાઈકાએ જણાવ્યું કે તેનો પુત્ર હંમેશા સારી સલાહ આપે છે. મલાઈકાએ કહ્યું કે તે અવારનવાર કહે છે કે મોમ તમારે ચિલ કરવું જોઈએ. મલાઈકાએ વધુમાં જણાવ્યું કે ક્યારેક મારે તેને કહેવું પડે છે કે પ્લીઝ તારું જ્ઞાન ઓછું કર, મારે તારા સતત જ્ઞાનની જરૂર નથી. પરંતુ તેને જ્ઞાન આપવું ગમે છે. મલાઈકા અરોરાના લગ્ન અરબાઝ ખાન સાથે થયા હતા. તેમના લગ્ન 1998માં થયા હતા અને આ લગ્ન 19 વર્ષ સુધી ચાલ્યા હતા. 2017માં બંનેએ છૂટાછેડા લીધા હતા. 2002માં મલાઈકા અને અરબાઝને પુત્ર અરહાન થયો હતો. છૂટાછેડા પછી મલાઈકા અને અરબાઝે સાથે મળીને પુત્રનો ઉછેર કર્યો. હવે બંને પોતાની લાઈફમાં આગળ વધી ગયા છે. અરબાઝ ખાને શૂરા ખાન સાથે લગ્ન કરી લીધા છે અને તેમને એક પુત્રી પણ છે. આ પણઁ વાંચો-FLOP FILM : એક દિન ફિલ્મનું સુરસુરિયું! વધુ એક સ્ટાર કિડ ફ્લોપ, સાઉથની લેડી સુપરસ્ટારનો જાદુ પણ ન ચાલ્યો! બોલીવુડ અભિનેત્રી તારા સુતારિયા છેલ્લા કેટલાક મહિનાઓથી તેની પ્રોફેશનલ લાઈફ કરતા વધુ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. 2025માં તારા સુતારિયાએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે તે વીર પહારિયાને ડેટ કરી રહી છે. પરંતુ, એપી ધિલ્લોનવાળી કોન્ટ્રોવર્સી પછી અચાનક તેમના બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા. જોકે, અત્યાર સુધી બંનેમાંથી કોઈએ પણ પોતાના બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી નથી. આ દરમિયાન ચર્ચા છે કે તારા સુતારિયાને ફરી પ્રેમ મળી ગયો છે. કોણ છે આ હેન્ડસમ હંક, જેની સાથે તારાનું નામ જોડાઈ રહ્યું છે. વીર પહારિયા સાથે બ્રેકઅપ થયા પછી હવે તારા સુતારિયાનું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. ફિલ્મફેરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તારા સુતારિયા તેનાથી 10 વર્ષ મોટા આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. જોકે, અત્યાર સુધી તારા કે આદિત્ય તરફથી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને બંનેને જાહેર સ્થળોએ પણ બહુ સાથે જોવામાં આવ્યા નથી. તેમ છતાં, બંનેના નજીકના સૂત્રોનું કહેવું છે કે બંને વચ્ચે નિકટતા વધી રહી છે અને બંનેને એકબીજાની કંપની પસંદ આવી રહી છે. તારા સુતારિયા અને વીર પહારિયાએ 2025માં પોતાના રિલેશનશિપની પુષ્ટિ કરી હતી. બંને અવારનવાર સાથે જોવા મળતા હતા. કોઈ પણ ઇવેન્ટ હોય, બંને સાથે જ હાજરી આપતા હતા અને ત્યાં સુધી કે બંનેને એકબીજાના ફેમિલી ફંક્શન અને પરિવાર સાથે પણ જોવામાં આવ્યા હતા. લોકોને લાગ્યું કે આ સંબંધ લાંબા સમય સુધી ચાલશે, પરંતુ અચાનક જ બંનેના બ્રેકઅપની વાતો શરૂ થઈ ગઈ. વર્ષના અંતમાં તારા સુતારિયાનો એપી ધિલ્લોન સાથેનો એક વીડિયો ચર્ચામાં હતો, જેમાં તે સિંગર સાથે સ્ટેજ પર પરફોર્મ કરતી જોવા મળી હતી. આ વીડિયોમાં બંને ખૂબ જ નજીક દેખાયા હતા, ત્યારબાદ એક નવી કોન્ટ્રોવર્સીએ જન્મ લીધો અને અચાનક વીર અને તારાના બ્રેકઅપની ચર્ચાઓ થવા લાગી. તારા સુતારિયા અને વીર પહારિયાના બ્રેકઅપની ચર્ચાઓ જૂની થઈ ગઈ છે, પરંતુ જે રીતે બંનેએ પોતાના સંબંધની જાહેરાત કરી હતી, તે જ રીતે બ્રેકઅપ પર અત્યાર સુધી મૌન જાળવી રાખ્યું છે. એવામાં ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે બંને પોતાના અલગ થવાની સત્તાવાર જાહેરાત કરશે કે નહીં. વીર પહારિયા અને તારા સુતારિયા સોશિયલ મીડિયા પર હજુ પણ એકબીજાને ફોલો કરી રહ્યા છે અને બંનેની સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર હાજર છે. આ દરમિયાન તારાનું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડાયા બાદ હવે લોકોની નજર એ વાત પર છે કે બંને પોતાના સંબંધને ઓફિશિયલ કરશે કે હાલમાં તેને સીક્રેટ જ રાખશે. આ પણ વાંચો- FLOP FILM : એક દિન ફિલ્મનું સુરસુરિયું! વધુ એક સ્ટાર કિડ ફ્લોપ, સાઉથની લેડી સુપરસ્ટારનો જાદુ પણ ન ચાલ્યો! હિન્દી સિનેમાના ગોલ્ડન ઈરા દરમિયાન ઘણી હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા દિગ્ગજ અભિનેતા સુદેશ કુમારનું નિધન થયું છે. તેમની પુત્રી મિશિકા ધવન જમતાનીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. સુદેશ કુમારે 50, 60 અને 70ના દાયકામાં કામ કર્યું અને પોતાના અભિનય તેમજ સાદગીથી દર્શકો વચ્ચે એક ખાસ છાપ છોડી હતી. ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે તેમણે કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે પણ ઊંડો પ્રભાવ પાડ્યો હતો. તેઓ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં 'પૃથ્વી થિયેટર' સાથે પણ જોડાયેલા હતા, જેના કારણે તેમના અભિનયમાં એક અલગ જ ઊંડાણ જોવા મળતું હતું. દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચાર સામે આવ્યા બાદ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. સુદેશ કુમારે પોતાની કારકિર્દીમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી અને તેઓ રાજ કપૂરના પણ ઘણા પ્રોજેક્ટ્સનો હિસ્સો રહ્યા હતા. રાજ કપૂર સાથે કામ કરતા તેમણે અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ યોગદાન આપ્યું હતું. તેમણે લાંબી કારકિર્દીમાં ઘણી યાદગાર ફિલ્મો આપી, જેમાં 1959માં રિલીઝ થયેલી 'છોટી બહેન' અને 1961માં આવેલી 'સારંગા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે 'રોકેટ ગર્લ' (1962), 'પૈસે' (1957), 'ધરતી', 'વારિસ', 'ખાનદાન' અને 'મન મંદિર' જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે પોતાની કાબેલિયત સાબિત કરી દર્શકોના દિલ જીત્યા હતા. આજે પણ તેમના ઘણા પાત્રો દર્શકોના હૃદયમાં વસે છે. સુદેશ કુમારે 95 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ઘણા કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સુદેશ કુમારના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા, જ્યાં હિન્દી સિનેમાના ઘણા સિતારાઓ હાજર રહ્યા હતા અને દિવંગત અભિનેતાને અંતિમ વિદાય આપી હતી. સુદેશ કુમાર એ જૂજ કલાકારોમાંના એક હતા જેમણે પૃથ્વી થિયેટરથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને અભિનયની બારીકીઓ શીખી હતી. આ જ કારણે તેમને રાજ કપૂર સાથે કામ કરવાની તક મળી હતી. 1966ની પ્રખ્યાત ફિલ્મ 'દો બદન' માં તેમણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. આ ફિલ્મ આજે પણ તેના શાનદાર સંગીત અને વાર્તા માટે જાણીતી છે. આ પણ વાંચો-Ekta Kapoorના શોની એક્ટ્રેસ એ બધું જ છોડીને પકડી ભક્તિની રાહ, બની કૃષ્ણ ભક્ત રિતેશ દેશમુખની ફિલ્મ રાજા શિવાજી એ રિલીઝની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી દીધો છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. હવે બીજા દિવસે પણ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મનું હિન્દી અને મરાઠી બંને ભાષાનું કુલ કલેક્શન 20 કરોડને પાર કરી ગયું છે. Sacnilk મુજબ, ફિલ્મે બીજા દિવસે 10.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મને બીજા દિવસે 6275 શો મળ્યા હતા અને 28.9 ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી. ફિલ્મે હિન્દીમાં 3.40 કરોડ અને મરાઠીમાં 7.15 કરોડનું કલેક્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે બીજા દિવસના કલેક્શનના સત્તાવાર આંકડા હજુ સામે આવ્યા નથી, પરંતુ જો ફિલ્મે 10.55 કરોડ કમાયા હોય તો કુલ કલેક્શન 21.90 કરોડ રૂપિયા થઈ ગયું છે. •ફિલ્મે પહેલા દિવસે 11.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. •પહેલા દિવસે ફિલ્મને 6192 શો મળ્યા હતા. •ફિલ્મને પહેલા દિવસે 32.3 ટકા ઓક્યુપન્સી મળી હતી. •બે દિવસમાં મરાઠી ભાષામાં ફિલ્મે કુલ 15.15 કરોડની કમાણી કરી લીધી છે. •હિન્દીમાં ફિલ્મે બે દિવસમાં કુલ 6.75 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ જિયો સ્ટુડિયોઝ અને મુંબઈ ફિલ્મ કંપની દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે અને રિતેશ દેશમુખે પોતે આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. ફિલ્મ હિન્દી અને મરાઠી બંને ભાષામાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડી'સોઝા મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત ફિલ્મમાં સંજય દત્ત, અભિષેક બચ્ચન, મહેશ માંજરેકર, સચિન ખેડેકર, ભાગ્યશ્રી, ફરદીન ખાન, જિતેન્દ્ર જોશી, વિદ્યા બાલન અને અમોલ ગુપ્તે જેવા કલાકારો પણ જોવા મળે છે. આ ફિલ્મની ટક્કર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ એક દિન સાથે હતી. એક દિનથી સાઈ પલ્લવીએ બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે અને આ ફિલ્મને લઈને ઘણી ચર્ચાઓ હતી. જોકે, ફિલ્મને નેગેટિવ રિવ્યુ મળ્યા અને તેની અસર કમાણી પર પણ જોવા મળી. રાજા શિવાજી સામે એક દિન ટકી શકી નથી. આ પણ વાંચો- Popular Actress : 51ની ઉંમરે પણ સિંગલ છે આ એક્ટ્રેસ દિલની વાત જણાવતા કહ્યું, 'કોઈ ના મળ્યું તો શું...'

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ'એક દિન "નિષ્ફળ, અભિનેત્રી મદાલસા શર્માએ કર્યો ચોંકાવનારો ખુલાસો | Achira News