મુંબઈ:નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસોમાં સરકારી વ્યવહારો અને કર વસૂલાતની પ્રક્રિયાને સરળ બનાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે (RBI) એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે 31 માર્ચ, 2026ના રોજ જાહેર રજા હોવા છતાં, સરકારી કામકાજ સાથે જોડાયેલી તમામ બેંક શાખાઓ (Agency Banks) સામાન્ય જનતા માટે ખુલ્લી રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વર્ષના અંતિમ દિવસે થતી આવક અને ચૂકવણીઓને તે જ નાણાકીય વર્ષના ચોપડે રેકોર્ડ કરવાનો છે.દર વર્ષે 31 માર્ચ એ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે સરકારી ટેક્સ, સબસિડી, પેન્શન અને વિભાગીય ટ્રાન્સફર જેવા કરોડોના વ્યવહારો થતા હોય છે. જો આ દિવસે બેંકો બંધ રહે, તો સરકારી હિસાબો અને ઓડિટ પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. ભારત સરકારની ખાસ વિનંતી પર RBIએ આ પગલું ભર્યું છે જેથી નાણાકીય ડેટાનું સચોટ સેટલમેન્ટ થઈ શકે.જે કરદાતાઓ છેલ્લા દિવસે ઇન્કમ ટેક્સ અથવા અન્ય સરકારી ફી ભરવા માંગતા હોય, તેઓ બેંકમાં જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.ચલણ જમા કરાવવા કે સરકારી પેમેન્ટ મેળવવા માટે લોકોને ધક્કા ખાવા નહીં પડે.આ આદેશ ખાસ કરીને એવી એજન્સી બેંકોને લાગુ પડે છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારના નાણાકીય વ્યવહારો સંભાળે છે.RBIના ચીફ જનરલ મેનેજર ડૉ. સુદર્શન સાહુના હસ્તાક્ષર સાથેના આ પરિપત્રમાં બેંકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ આ માહિતી ગ્રાહકો સુધી પહોંચાડે, જેથી અંતિમ સમયે કોઈ ગેરસમજ ન સર્જાય.
આરબીઆઇએ 31 માર્ચ, 2026ના રોજ સરકારી વ્યવહારો માટે બેંક શાખાઓ ખોલી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.