Achira News Logo
Achira News

આર્મી બેઝ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા અમેરિકી સેના હાઈ એલર્ટ પર

Kutch Mitra
આર્મી બેઝ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા અમેરિકી સેના હાઈ એલર્ટ પર
Full News
Share:

નવી દિલ્હી,તા.તા.19 :ઈરાન યુદ્ધ વચ્ચે એક એવી ઘટના બની છે જેનાથી ખાડી દેશોથી ખુબદૂર અમેરિકામાં પણ હડકંપ મચી ગયો છે અને અમેરિકી સેના હાઈ એલર્ટ ઉપર આવી ગઈ છે. અમેરિકાનાએક આર્મી બેઝ ઉપર વિદેશમંત્રી માર્કો રૂબિયો અને રક્ષામંત્રી પીટ હેગસેથ હાજર હતા ત્યારેજ ડ્રોન ભમતું જોવા મળ્યું હતું. આ ડ્રોન જે આર્મી બેઝ ઉપર જોવા મળ્યું હતું તે બેઝઉપર આ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના બે મજબૂત અને પ્રભાવશાળી ચહેરા હાજર હતા. જાણકારીઅનુસાર વોશિંગ્ટન સ્થિત આર્મી બેઝ પોર્ટ મેકનેયરના ઉપર ડ્રોન જોવા મળ્યા હતા. સંદિગ્ધડ્રોન જોવા મળ્યા બાદ અમેરિકી અધિકારીઓએ વિચાર વિમર્શ કર્યો હતો કે માર્કો રુબિયો અનેહેગસેથને કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે. જો કે બાદમાં આગ શું કાર્યવાહી કરીતેની કોઈ જાણકારી સામે આવી નહોતી. પેંટાગોન પ્રવક્તા સીન પાર્નેલે યુદ્ધ મંત્રી પીટહેગસેથ મામલે કોઈપણ પ્રકારની જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેની પાછળ સુરક્ષાકારણો બતાવવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસારડ્રોન જોવા મળ્યા બાદ વ્હાઈટ હાઉસમાં એક ઉચ્ચ સ્તરની બેઠક પણ થઈ હતી. બેઠક બાદ અમેરિકીસેના માટે હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

આર્મી બેઝ પર શંકાસ્પદ ડ્રોન દેખાતા અમેરિકી સેના હાઈ એલર્ટ પર | Achira News