Achira News Logo
Achira News

આવકથી વધુ સંપત્તિ મામલે સી. બી. આઈ. એ વરિષ્ઠ આઈ. આર. એસ. અધિકારી સામે નવો કેસ નોંધ્યો

Akila News
આવકથી વધુ સંપત્તિ મામલે સી. બી. આઈ. એ વરિષ્ઠ આઈ. આર. એસ. અધિકારી સામે નવો કેસ નોંધ્યો
Full News
Share:

નવી દિલ્હી: લા પિનોઝ પિઝા ફ્રેન્ચાઈઝી વિવાદમાં ગત વર્ષે25લાખની લાંચ લેતા ઝડપાયેલા સિનિયર ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)અધિકારી અમિત કુમાર સિંઘલ અને તેમની પત્ની અનુપમા સિંઘલા સામેCBIએ અપ્રમાણસર મિલકતનો નવો ગુનો દાખલ કર્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર,આ દંપતીએ તેમની જાણીતી આવકના સ્ત્રોત કરતા રૂ.4,57,39,557 (આશરે4.6કરોડ) ની વધુ સંપત્તિ એકત્ર કરી છે,જે તેમની કાયદેસરની કમાણી કરતા139.15ટકા વધુ છે. દંપતી સામેCBIની મોટી કાર્યવાહી સીબીઆઈ એન્ટી કરપ્શન બ્યુરોએ મુંબઈમાં આ કેસ નોંધ્યો છે. મુખ્ય આરોપી અમિત કુમાર સિંઘલ (2007બેચનાIRS)નવી દિલ્હીમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સ સર્વિસીસમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા. જ્યારે તેમની પત્ની અનુપમા સિંઘલા આવકવેરા કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ગુનો એપ્રિલ2018થી મે2025દરમિયાન આચરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. પિઝા ફ્રેન્ચાઈઝી વિવાદ અને લાંચની જાળ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

આવકથી વધુ સંપત્તિ મામલે સી. બી. આઈ. એ વરિષ્ઠ આઈ. આર. એસ. અધિકારી સામે નવો કેસ નોંધ્યો | Achira News