30 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરાઇ છે અને અનેક થોકબંધ દસ્તાવેજો પણ કબ્જે કરાયા છે, રહેણાંક અને ઓફિસ સ્થળેથી દસ્તાવેજ મળ્યા અને IT દ્વારા તમામ દસ્તાવેજોની ઉલટ તપાસ કરાશે અને IT વિભાગ દ્વારા ગજેરા કંપની સામે કાર્યવાહીની તૈયારી કરાઈ છે, બેનામી વ્યવહારો મળી આવ્યા બાદ હવે IT વિભાગ દ્વારા ગજેરા એન્ડ કંપની સામે કાર્યવાહીની તૈયારી કરાઈ રહી છે. વસંત ગજેરા એન્ડ કંપનીએ જમીન ટોચ મર્યાદાના કાયદાથી બચવાની સાથે સાથે ઈન્કમટેક્સની ચોરી કરવા માટે અનેક મિલકત અન્યોના નામે ખરીદી હોવાનું ઈન્કમટેક્સની તપાસમાં બહાર આવ્યું છે. કારણ કે મોટા પાયા પર જમીન, મિલકત, દુકાન સહિતના દસ્તાવેજ મળી આવ્યા છે. તેમાં કેટલાય દસ્તાવેજ, પાવર ઓફ એટની, સાટાખત સહિતના કાગળ અન્યોના નામે હોવાના કારણે આગામી દિવસોમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બેનામી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવા ઉજળા સંકેતો ઉભા થયા છે. સાથે સાથે સતત ત્રીજા દિવસે વસંત ગજેરા અને તેની સાથે સંકળાયેલાઓને ત્યાં તપાસનો દોર યથાવત રહ્યો છે.
આવકવેરાના વિભાગે વસંત ગજેરા એન્ડ કંપની પાસેથી 30 કરોડ જપ્ત કર્યા, બેનામી વ્યવહારોના પુરાવા મળ્યા
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.