Achira News Logo
Achira News

ઇંધણના વધતા ખર્ચ વચ્ચે યુરોપની એરલાઇન્સે યુરોપિયન યુનિયનના ગ્રીન એજન્ડા સામે બળવો કર્યો

Akila News
ઇંધણના વધતા ખર્ચ વચ્ચે યુરોપની એરલાઇન્સે યુરોપિયન યુનિયનના ગ્રીન એજન્ડા સામે બળવો કર્યો
Full News
Share:

બ્રસેલ્સ: મધ્ય પૂર્વમાં ઘેરાતા યુદ્ધના વાદળો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભડકે બળતા ભાવને કારણે યુરોપની દિગ્ગજ એરલાઇન્સ હવે આરપારના મૂડમાં છે. ગુરુવારે બ્રસેલ્સમાં મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં એર ફ્રાન્સ-KLM, રાયનએર, લુફ્થાન્સા અને બ્રિટિશ એરવેઝ જેવી કંપનીઓના વડાઓએ યુરોપિયન યુનિયન (EU) ના 'ગ્રીન એજન્ડા' સામે મોરચો માંડ્યો છે. એરલાઇન્સનું કહેવું છે કે ૨૦૩૦ થી કૃત્રિમ ટકાઉ જેટ ઇંધણ (eSAF) ના ઉપયોગનો આદેશ અત્યંત ખર્ચાળ અને અવ્યવહારુ છે.યુદ્ધ અને તેલના ભાવનો ડબલ મારઈરાન સંઘર્ષના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશતા જ જેટ ઇંધણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. યુરોપમાં ઇંધણના ભાવ બમણા થઈ ગયા છે, જ્યારે એશિયામાં ૮૦% નો ઉછાળો જોવા મળ્યો છે. હોર્મુઝની સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાના ભયે ઈંધણનો પુરવઠો ખોરવાઈ જવાની આશંકા વધી છે. આ સ્થિતિમાં મોંઘા ગ્રીન ફ્યુઅલનો ઉપયોગ કરવો એરલાઇન્સ માટે આર્થિક રીતે આત્મઘાતી સાબિત થઈ શકે તેમ છે.ટિકિટના ભાવમાં વધારાના સંકેતએર ફ્રાન્સ-કેએલએમ અને ફિનએર જેવી એરલાઇન્સે પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે વધતા સંચાલન ખર્ચને કારણે મુસાફરોએ ટિકિટ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. જોકે, યુરોપિયન એરલાઇન્સે આગામી થોડા મહિનાઓ માટે ઇંધણના ભાવનું 'હેજિંગ' (અગાઉથી બુકિંગ) કર્યું હોવાથી તેમને હાલ પૂરતું રક્ષણ મળ્યું છે, પરંતુ લાંબા ગાળે એશિયન અને મધ્ય પૂર્વીય કેરિયર્સ સામે સ્પર્ધા કરવી મુશ્કેલ બનશે.મુસાફરીના રૂટમાં મોટો ફેરફારમધ્ય પૂર્વ પરની હવાઈ જગ્યા (Airspace) જોખમી બનતા એરલાઇન્સે હજારો માઇલના રૂટ બદલ્યા છે. રાયનએર અને બ્રિટિશ એરવેઝ જેવી કંપનીઓ હવે કેરેબિયન અને અન્ય એવા સ્થળોએ ફ્લાઇટ્સ વધારી રહી છે જ્યાં મધ્ય પૂર્વીય એરસ્પેસનો ઉપયોગ ટાળી શકાય. પ્રવાસીઓ પણ હવે લાંબા અંતરની મુસાફરીને બદલે 'ઘરની નજીક' ના સ્થળોએ વેકેશન માણવાનું પસંદ કરી રહ્યા છે.ટેકનોલોજી અને કાર્યક્ષમતા પર ભારજીઈ એરોસ્પેસ (GE Aerospace) ના મતે, આ કટોકટી છતાં એરલાઇન્સ નવા વિમાનોની ડિલિવરી રોકી રહી નથી. તેના બદલે, કંપનીઓ હવે એવી ટેકનોલોજીમાં રોકાણ વધારી રહી છે જે ઇંધણનો વપરાશ ઘટાડે અને એન્જિનની કાર્યક્ષમતા વધારે. યુદ્ધની સ્થિતિ ગમે તેટલી ગંભીર હોય, ઉડ્ડયન ઉદ્યોગ હવે વધુ 'ફ્યુઅલ એફિશિયન્ટ' બનવા તરફ મજબૂરીમાં પણ મક્કમ ડગલાં ભરી રહ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઇંધણના વધતા ખર્ચ વચ્ચે યુરોપની એરલાઇન્સે યુરોપિયન યુનિયનના ગ્રીન એજન્ડા સામે બળવો કર્યો | Achira News