મુંબઈ:ભારતીય સિનેમાના ઈતિહાસમાં જ્યારે પણ દેશભક્તિની વાત નીકળશે, ત્યારે 'બોર્ડર ૨' નું નામ સુવર્ણ અક્ષરે લખાશે. ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર ૯ જ દિવસમાં બોક્સ ઓફિસ પર એવી તબાહી મચાવી છે કે બોલીવુડના મોટા-મોટા દિગ્ગજો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સની દેઓલના તેવર, દિલજીત દોસાંઝનો પાવર અને વરુણ ધવન-અહાન શેટ્ટીના દિલધડક એક્શનના જોરે આ ફિલ્મે વિશ્વભરમાંરૂ. ૩૪૪ કરોડથી વધુની કમાણી કરીને નવો ઇતિહાસ રચી દીધો છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની શૌર્યગાથાને પડદા પર એવી રીતે રજૂ કરવામાં આવી છે કે દર્શકો થિયેટરોમાં 'હિન્દુસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવી રહ્યા છે. આ ફિલ્મ માત્ર કમાણી નથી કરી રહી, પરંતુ દાયકાઓ જૂના રેકોર્ડ્સને જમીનદોસ્ત કરી રહી છે. અત્યાર સુધી 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' અને હૃતિક રોશનની 'ફાઈટર' જેવી ફિલ્મો વોર-ડ્રામામાં મોખરે હતી, પરંતુ 'બોર્ડર ૨' એ માત્ર ૯ દિવસમાં જ આ તમામ ફિલ્મોને પછાડીને ભારતની સૌથી સફળ વોર ફિલ્મનું બિરુદ હાંસલ કરી લીધું છે. બીજા શનિવારે જ ફિલ્મે ₹૧૭ કરોડનો આંકડો સર કરીને સ્થાનિક બજારમાં ₹૨૫૨ કરોડની મજબૂત પકડ જમાવી લીધી છે. જેપી દત્તાની ઓરિજિનલ 'બોર્ડર' જેવો જ દેશભક્તિનો ઉન્માદ આજે ૨૦૨૬માં પણ ભારતીય યુવાનોના માથે ચડીને બોલી રહ્યો છે. ફિલ્મની સફળતા પાછળ અનુરાગ સિંહનું શાનદાર દિગ્દર્શન અને કલાકારોની જોરદાર કેમેસ્ટ્રી જવાબદાર છે. જે રીતે રવિવારની એડવાન્સ બુકિંગ થઈ રહી છે, તે જોતા ટ્રેડ એનાલિસ્ટ્સ માની રહ્યા છે કે ફિલ્મ ટૂંક સમયમાં જ ₹૫૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. 'બોર્ડર ૨' એ સાબિત કરી દીધું છે કે જો વાર્તામાં દમ હોય અને દેશભક્તિનો સાચો સ્પર્શ હોય, તો બોક્સ ઓફિસ પર કોઈ પણ મુકાબલો અશક્ય નથી. શું આ ફિલ્મ ૨૦૨૬ની સૌથી મોટી બ્લોકબસ્ટર બનશે? તે તો હવે સમય જ કહેશે, પણ હાલ તો સની પાજીનો સિક્કો આખા વિશ્વમાં ચાલી રહ્યો છે.
ઇન્ડિયન વોર ડ્રામા'બોર્ડર 2'એ વિશ્વભરમાં 1 કરોડ રૂપિયાની કમાણી સાથે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.