ઈસ્લામબાદ,તા.૧૦: ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધની આગ વધારે ભડકતી દેખાઈ રહી છે. હવે ઈરાન અને ઈઝરાયેલ તેલ અને ગેસ પ્લાન્ટ પર બોમ્બ બ્લાસ્ટ કરવા લાગ્યા છે. ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે હવે પાકિસ્તાનમાં ખતરાની ઘંટી વાગવા લાગી છે. પાકિસ્તાન પાસે હવે ખાલી થોડા દિવસનો જ ગેસ અને ઓઈલ બચ્યું છે. પાકિસ્તાન પાસે પેટ્રોલિયમનો ભંડાર મર્યાદિત છે. રિપોર્ટ અનુસાર, ક્રૂડ તેલનો સ્ટોક ખાલી ૧૧ દિવસનો બચ્યો છે, જ્યારે એલપીજી ખાલી ૯ દિવસ ચાલી શકશે. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે સપ્લાયમાં આવી રહેલી અડચણ જોતા પાકિસ્તાનની ઊર્જા સુરક્ષાને લઈને આસિમ મુનીર અને શહબાઝ શરીફની ચિતા વધી ગઈ છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના એક રિપોર્ટ અનુસાર, ઈરાન જંગની વચ્ચે પેટ્રોલિયમ મામલાની સેનેટ સ્થાયી સમિતિને જાણકારી આપતા પેટ્રોલિયમ સચિવે જણાવ્યું કે, પાકિસ્તાન પાસે હાલમાં ૨૧ દિવસનું ડીઝલ, ૨૭ દિવસ માટે પેટ્રોલ અને ૯ દિવસ સુધી ચાલે તેટલો એલપીજી ગેસ અને ૧૪ દિવસ માટે જેટ ફયૂલનો સ્ટોક છે. તેનો મતલબ એ છે કે મુનીર અને શહબાઝની રાતોની ઊંઘ હરામ થવાની છે. અધિકારીએ જણાવ્યું છે કે પાકિસ્તાન પોતાની પેટ્રોલિયમ આયાતનો લગભગ ૭૦ ટકા ભાગ મધ્ય-પૂર્વમાંથી મગાવે છે. આ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે જહાજોની અવરજવરનો મુખ્ય માર્ગ અને સપ્લાય ચેન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પાકિસ્તાનના તેલ અને ગેસવાળા ટેન્કર ફસાયેલા છે. ઈરાન તેને નીકળવા નથી દેતું. તેના ચક્કરમાં પાકિસ્તાનની આ હાલત થઈ રહી છે. ભારતની નકલ કરવા લાગ્યા મુનીર-શહબાઝ આ દરમ્યાન પાકિસ્તાન હવે ભારતના રસ્તે નીકળી પડ્યું છે. જી હા, પાકિસ્તાન પર આવતી મુસીબતને ટાળવા માટે મુનીર અને શહબાઝ ભારતની નકલ કરવા લાગ્યા છે. ભારતની માફક પાકિસ્તાન પણ હવે ઈરાન સાથે વાત કરી રહ્યું છે, જેથી તેને સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તે ઓઈલ ભરેલા જહાજ કાઢવામાં સફળતા મળે. જો આ પરવાનગી મળી જાય તો ચાર જહાજ દ્વારા ઓઈલની સપ્લાઈ થઈ શકે. અહીં જણાવી દઈએ કે, ભારત ઈરાન સાથે વાત કરી પોતાનું ઓઈલ અને ગેસવાળા જહાજ મગાવી ચુક્યું છે. તેને જોઈ પાકિસ્તાન પણ હવે આ રસ્તો અપનાવી રહ્યું છે.
ઈરાન-અમેરિકા યુદ્ધના વિક્ષેપો વચ્ચે પાકિસ્તાનની ઊર્જા સુરક્ષા જોખમમાં
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.