વોશિંગ્ટન: અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે આજે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક હુમલો કરવામાં આવશે. અમેરિકા પોતાની શરતો પર આ ખાડી યુદ્ધ (ગલ્ફ વોર)નો અંત લાવવા મક્કમ છે. હેગસેથે ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ના વરિષ્ઠ નેતાઓના પદને 'ટેમ્પરરી જોબ' (હંગામી નોકરી) ગણાવીને તેમને સીધી રીતે ખતમ કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાએ હવે ઈરાન સામે આરપારની લડાઈ લડવાનું મન બનાવી લીધું છે. 'ઇન્ડિયા ટુડે' ના લેટેસ્ટ અહેવાલ મુજબ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા આજે ઈરાન પર તેના સૌથી મોટા લશ્કરી હુમલાઓ કરવા જઈ રહ્યું છે.અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે અમેરિકા આ ખાડી યુદ્ધ (ગલ્ફ વોર)ને કોઈપણ ભોગે પોતાની શરતો પર જ સમાપ્ત કરશે. હેગસેથે સ્પષ્ટ કર્યું કે, "ઈરાન મુદ્દે અમારા લક્ષ્યાંકોમાં કોઈ જ ફેરફાર થયો નથી અને અમારી સૈન્ય કાર્યવાહી બરાબર યોજના મુજબ જ આગળ વધી રહી છે."શહીદ સૈનિકોનું સન્માન અને મિશન પૂર્ણ કરવાની નેમ પીટ હેગસેથે પોતાના નિવેદનમાં શહીદ થયેલા અમેરિકન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, અમેરિકા પોતાના સૈનિકોના બલિદાનને એળે નહીં જવા દે. તેમણે કહ્યું કે, "અમે અમારા શહીદ જવાનોને સન્માન આપવા અને આ મિશનને તેના અંતિમ અંજામ સુધી પહોંચાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ." આઈઆરજીસીના નેતાઓ માટે ચેતવણી: 'આ તમારી ટેમ્પરરી જોબ છે'આ પ્રેસ બ્રીફિંગ દરમિયાન હેગસેથે ઈરાનની પાવરફુલ આર્મી ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ને આકરા શબ્દોમાં ધમકી આપી હતી. તેમણે આઈઆરજીસીના ટોચના કમાન્ડરો અને વરિષ્ઠ નેતાઓના પદને માત્ર એક 'ટેમ્પરરી જોબ' (કામચલાઉ નોકરી) ગણાવીને કટાક્ષ કર્યો હતો. આ નિવેદનનો સીધો અર્થ એ છે કે અમેરિકન સેના હવે ઈરાનના ટોચના લશ્કરી અધિકારીઓને ટાર્ગેટ કરી રહી છે અને તેમની હત્યા કરવામાં આવી શકે છે.યુદ્ધ વધુ ભડકવાની આશંકાએક વિશ્લેષણ મુજબ, અમેરિકાનું આ નિવેદન દર્શાવે છે કે તે ઈરાન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માંગે છે. "યુદ્ધ અમારી શરતો પર ખતમ થશે" તેવો અમેરિકાનો દાવો એ વાતનો સંકેત છે કે ભવિષ્યમાં આ સંઘર્ષ વધુ ખતરનાક તબક્કામાં પ્રવેશી શકે છે.નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકાના આ આક્રમક વલણથી મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને મોટો ઝટકો લાગશે અને યુદ્ધ વધુ વ્યાપક બની શકે છે
ઈરાન પર સૌથી મોટા સૈન્ય હુમલા કરશે અમેરિકાઃ સંરક્ષણ મંત્રીએ પુષ્ટિ કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.