Achira News Logo
Achira News

ઈરાને મધ્ય પૂર્વમાં મુસ્લિમ એકતા માટે નવી વ્યૂહરચના જાહેર કરી

Akila News
ઈરાને મધ્ય પૂર્વમાં મુસ્લિમ એકતા માટે નવી વ્યૂહરચના જાહેર કરી
Full News
Share:

તેહરાન:મધ્ય પૂર્વના રણમેદાનમાં અત્યારે એક નવી અને અત્યંત શક્તિશાળી વ્યૂહરચના આકાર લઈ રહી છે, જેવોશિંગ્ટનથીલઈને તેલ અવીવ સુધીના સત્તાધીશોના શ્વાસ અધ્ધર કરી શકે છે. ઈરાનના નાતાન્ઝ પરમાણુ પ્લાન્ટ પર થયેલા તાજેતરના હુમલાઓથી ઉશ્કેરાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ઈદ અલ-ફિત્રનાપવિત્ર અવસરે એક 'રાજદ્વારી બોમ્બ'ફોડ્યોછે. તેમણે સાઉદી અરેબિયા અને યુએઈ સહિતના તમામ પડોશી મુસ્લિમદેશોને"મુસ્લિમબ્રધરહુડનીછત્રછાયા" હેઠળ એક થવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ઈરાનનો આ પ્રસ્તાવ માત્ર ધાર્મિક એકતા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે યુરોપિયન યુનિયન (EU) ના મોડેલ પર આધારિત એક એવો આર્થિક અને સૈન્ય બ્લોક બનાવવાની દિશામાં છે, જે પશ્ચિમી દેશોનાદાયકાઓજૂના પ્રભુત્વને જડબાતોડ જવાબ આપી શકે. પેઝેશ્કિયાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અત્યંત આક્રમક અને ભાવનાત્મક અપીલ કરતા જણાવ્યું છે કે, મુસ્લિમ દેશો વચ્ચેના આંતરિક વિવાદોનો એકમાત્ર ફાયદો "ઝાયોનિસ્ટ શાસન" એટલે કે ઈઝરાયેલ ઉઠાવી રહ્યું છે. ઈરાન હવે "બંદૂક" ની સાથે "ભાઈચારો" નું જે કાર્ડ રમી રહ્યું છે, તે અમેરિકા માટે એક તીક્ષ્ણ હથિયાર સાબિત થઈ શકે તેમ છે. જો મધ્ય પૂર્વના આ તમામ તેલ સમૃદ્ધ દેશો એક સામાન્ય પ્લેટફોર્મ પર આવી જાય, તો તેઓ વિશ્વના તેલ પુરવઠા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે. આ રણનીતિ હેઠળ બાહ્ય શક્તિઓની દખલગીરીને સંપૂર્ણપણે નાબૂદ કરી એક 'અદ્રશ્ય સુરક્ષા દીવાલ' ઊભી કરવાનો ઈરાનનો મનસૂબો છે, જે ઈઝરાયેલ માટે સુરક્ષાની દ્રષ્ટિએ મોટો પડકાર બની રહેશે. નિષ્ણાતો માને છે કે જો સાઉદી અરેબિયા અને ઈરાન જેવા પરંપરાગત હરીફો આ છત્ર હેઠળ સાથે આવશે, તો મધ્ય પૂર્વમાંથી અમેરિકાના વળતા પાણી શરૂ થઈ જશે. રશિયા અને ચીન જેવી શક્તિઓ પહેલેથી જ ઈરાનની પડખે ઉભી છે, ત્યારે આ નવો 'ઇસ્લામિક બ્લોક' વૈશ્વિક રાજકારણના સમીકરણો બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. એક તરફ પરમાણુ મથકો પર હુમલાનો સામનો કરી રહેલું ઈરાન મિસાઈલોથી વળતો પ્રહાર કરી રહ્યું છે, તો બીજી તરફ આ રાજદ્વારી વ્યૂહરચના દ્વારા તે સમગ્ર મુસ્લિમ વિશ્વને એક કરી અમેરિકાને એકલું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે સાઉદી અરેબિયા અને અન્ય અખાતી દેશો આ "ભાઈચારો કાર્ડ" ને કેટલો પ્રતિસાદ આપે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઈરાને મધ્ય પૂર્વમાં મુસ્લિમ એકતા માટે નવી વ્યૂહરચના જાહેર કરી | Achira News