Achira News Logo
Achira News

ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતા ભારતને રાજદ્વારી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે; આવકવેરામાં સુધારાઓની જાહેરાત

Sandesh
ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતા ભારતને રાજદ્વારી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે; આવકવેરામાં સુધારાઓની જાહેરાત
Full News
Share:

ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે, જ્યાંથી વિશ્વના લગભગ 20 ટકા ઊર્જા આયાત-નિકાસ થાય છે. આ પરિસ્થિતિને કારણે ભારતના ઘણા શહેરોમાં LPG સિલિન્ડરને લઈને ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે કૂટનીતિક સ્તરે પોતાની સક્રિયતા વધારી છે. નરેન્દ્ર મોદીની મિડલ ઈસ્ટ ડિપ્લોમેસીનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેમણે એક જ દિવસે પાંચ દેશોના ટોચના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરી. કેન્દ્ર સરકાર આગામી 1 એપ્રિલ, 2026થી દેશની આવકવેરા પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. જૂની ટેક્સ સિસ્ટમને સ્થાને હવે નવો આવકવેરા કાયદો લાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ નવા ડ્રાફ્ટ મુજબ, હાલના ૫૧૧ નિયમોને ઘટાડીને ૩૩૩ કરી દેવામાં આવશે. આ ફેરફારોની સીધી અસર નોકરિયાત વર્ગના પગાર, કંપની દ્વારા અપાતા મકાન, કાર અને અન્ય ભથ્થાં પર પડશે. નવા નિયમો મુજબ, કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા ઘર પરના ટેક્સની ગણતરી હવે શહેરની વસ્તીના આધારે થશે. 40 લાખથી વધુ વસ્તી: વેતનના 10% ટેક્સ (જે પહેલા ૧૫% સુધી હતો). 1.5 થી 40 લાખ વસ્તી: 7.5% ટેક્સ. નાના શહેરો: માત્ર 5% ટેક્સ. આ ફેરફારથી મેટ્રો શહેરોમાં રહેતા કર્મચારીઓના હાથમાં વધુ પગાર (Take home salary) આવશે. કંપની તરફથી મળતી કાર અને ડ્રાઇવરની સુવિધાના ટેક્સ દરમાં સુધારો કરાયો છે. 1.6 લિટર સુધીના એન્જિનવાળી કાર માટે દર મહિને ₹5000 અને તેનાથી મોટી કાર માટે ₹7000 ટેક્સ ફિક્સ કરાયો છે. ડ્રાઇવરની સુવિધા માટે ₹3000 ટેક્સ લાગશે. અગાઉ આ દરો ઘણા ઓછા હતા, જે હવે વાસ્તવિક મૂલ્યની નજીક લાવવામાં આવ્યા છે. કર્મચારીઓને ઓફિસમાં મળતા મફત ભોજન પરની કરમુક્તિ મર્યાદા પ્રતિ ભોજન ₹50 થી વધારીને ₹200 કરવામાં આવી છે. તેવી જ રીતે, વર્ષ દરમિયાન મળતી ભેટ કે વાઉચરની મર્યાદા પણ ₹5000 થી વધારીને ₹15000 કરાઈ છે. આનાથી તહેવારોમાં મળતા બોનસ કે પુરસ્કારો પર ટેક્સનો બોજ ઘટશે. વાલીઓ પરનો આર્થિક ભાર ઘટાડવા માટે, શિક્ષણ ભથ્થું હવે પ્રતિ બાળક દર મહિને ₹3000 અને હોસ્ટેલ ભથ્થું ₹9000 સુધી કરમુક્ત રહેશે. આ અગાઉના જૂના દરો (જે ₹100-300 હતા) ની સરખામણીએ ઘણો મોટો વધારો છે. બીમારી કે અન્ય જરૂરિયાતો માટે કંપની પાસેથી લીધેલી ₹2 લાખ સુધીની વ્યાજમુક્ત લોન પર હવે કોઈ ટેક્સ નહીં લાગે. જોકે, ભાડાના મકાનમાં રહેતા લોકોએ જો વાર્ષિક ₹ 1 લાખથી વધુ ભાડું ચૂકવતા હોય, તો મકાનમાલિક સાથેના સંબંધો જાહેર કરવા ફરજિયાત બનશે. આ પણ વાંચોઃ UAE નો ઇરાન પર સાયલન્ટ પ્રહાર, હથિયાર ઉઠાવ્યા વિના ઈરાન સામે બદલો મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ભભૂકી રહેલા યુદ્ધની જ્વાળાઓમાં હજારો નિર્દોષ લોકો ફસાયા છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ કટોકટીના સમયે ભારત સરકારે અત્યંત સક્રિયતા દાખવીને પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુરુવારે જારી કરાયેલા અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 880 ભારતીયો સફળતાપૂર્વક સ્વદેશ પરત ફર્યા છે. યુદ્ધને કારણે મધ્ય પૂર્વના ઘણા દેશોએ તેમનું હવાઈ ક્ષેત્ર (Airspace) સંપૂર્ણપણે બંધ કરી દીધું છે, જેના કારણે સીધી ફ્લાઈટ્સ દ્વારા ભારતીયોને લાવવા અશક્ય બન્યા હતા. આ કપરા સમયમાં ભારત સરકારે વૈકલ્પિક માર્ગો શોધ્યા છે. પરત ફરેલા 880 નાગરિકોમાંથી 772 લોકો આર્મેનિયા થઈને આવ્યા છે, જ્યારે 110 લોકો અઝરબૈજાન ના માર્ગે ભારત પહોંચ્યા છે. આ પડોશી દેશો દ્વારા તૈયાર કરાયેલ કોરિડોર ભારતીયો માટે જીવનરેખા સાબિત થઈ રહ્યો છે. સરકારે માહિતી આપી છે કે ઈરાનમાં ફસાયેલા 284 ભારતીય યાત્રાળુઓમાંથી લગભગ તમામની સુરક્ષિત વાપસી થઈ ગઈ છે. જોકે, હજુ પણ ચિંતાનો વિષય એ છે કે આશરે 9,000 ભારતીય નાગરિકો હજુ પણ ઈરાનના વિવિધ ભાગોમાં હાજર છે. ભારતીય દૂતાવાસો આ તમામ સાથે સતત સંપર્ક જાળવી રહ્યા છે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોની મદદ માટે 24x7 કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન નંબરો સ્થાપિત કર્યા છે. સરકાર દ્વારા ભારતીયોને કડક સૂચના આપવામાં આવી છે કે સરહદ પાર કરતા પહેલા અથવા કોઈપણ મુસાફરી કરતા પહેલા સ્થાનિક દૂતાવાસનો સંપર્ક અવશ્ય કરવો. બાકી રહેલા નાગરિકોને પણ તબક્કાવાર રીતે બહાર કાઢવા માટે ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી પ્રયાસો કરી રહી છે. આ પણ વાંચોઃ Iran વિરુદ્ધ 6 શક્તિશાળી દેશો એકજૂથ, દરિયાઈ માર્ગે રક્ષણ આપવા લશ્કરી કવાયત

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતા ભારતને રાજદ્વારી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે; આવકવેરામાં સુધારાઓની જાહેરાત | Achira News