Achira News Logo
Achira News

ઈરાનના પરમાણુ સંવર્ધન પ્લાન્ટ પર અમેરિકા-ઈઝરાયેલ હવાઈ હુમલાથી વ્યાપક નુકસાન થયું

Akila News
ઈરાનના પરમાણુ સંવર્ધન પ્લાન્ટ પર અમેરિકા-ઈઝરાયેલ હવાઈ હુમલાથી વ્યાપક નુકસાન થયું
Full News
Share:

તેહરાન:મધ્ય પૂર્વમાં ચાલીરહેલુંયુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે, કારણ કે ઈરાનના પરમાણુકાર્યક્રમનીકરોડરજ્જુ ગણાતા 'નાતાન્ઝ પરમાણુ સંવર્ધન પ્લાન્ટ' પર અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ભીષણ બોમ્બમારો કર્યો છે. ઈરાની મીડિયા અને સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો એટલો પ્રચંડ હતો કે તેના વિસ્ફોટોના પડઘાકિલોમીટરોદૂર સુધી સંભળાયા હતા અને આખું સંકુલધ્રૂજીઉઠ્યું હતું. ૨૦૨૫થી શરૂ થયેલા આ સંઘર્ષમાં નાતાન્ઝ પર આ અત્યાર સુધીનો સૌથી ઘાતક અને મોટો સૈન્ય પ્રહાર માનવામાં આવે છે. આઓપરેશનનોમુખ્ય હેતુ ઈરાનની યુરેનિયમ સંવર્ધન કરવાની ક્ષમતાને મૂળમાંથી જ ઉખેડીનાખવાનોહોવાનું જણાય છે, જેથી તે પરમાણુ હથિયારો બનાવવાની દિશામાં આગળ ન વધી શકે. આ ભીષણ હુમલા બાદ સમગ્ર વિશ્વમાં પરમાણુ રેડિયેશન લીક થવાની અને પર્યાવરણીય હોનારત સર્જાવાની ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. જોકે, પ્રારંભિક તપાસ અને ઈરાની પરમાણુ ઉર્જા સંસ્થાના અહેવાલો મુજબ, હુમલામાં ટેકનિકલ માળખા અને મશીનરીને ભારે નુકસાન થયું હોવા છતાં, કોઈ પણ પ્રકારના કિરણોત્સર્ગી પદાર્થ (રેડિયેશન) લીક થવાના પુરાવા મળ્યા નથી. આ એક મોટી રાહતના સમાચાર છે, કારણ કે જો પરમાણુ કચરો ફેલાયો હોત તો માત્ર ઈરાન જ નહીં પણ પડોશી દેશોમાં પણ હજારો લોકોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. હાલમાં ઈરાની સેના અને સુરક્ષા એજન્સીઓએ પ્લાન્ટની આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે અને કાટમાળ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઈરાન સરકારે આ લશ્કરી કાર્યવાહીને પોતાની સાર્વભૌમત્વ પરનો સીધો હુમલો ગણાવ્યો છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર અમેરિકા-ઈઝરાયેલની જોડી સામે કડક વલણ અપનાવવાની ચીમકી આપી છે. ૨૦૨૫ થી અત્યાર સુધીમાં આ પ્લાન્ટ પર અનેકવાર હુમલા થયા છે, જેમાં દર વખતે ઈરાનની અદ્યતન સેન્ટ્રીફ્યુજ મશીનરીને નિશાન બનાવવામાં આવે છે. રહેણાંક વિસ્તારો સુરક્ષિત હોવા છતાં, આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. નિષ્ણાતો માને છે કે આ હુમલો ઈરાનના પરમાણુ સપનાને વર્ષો પાછળ ધકેલી દેશે, પરંતુ તેના બદલામાં ઈરાન જે રીતે વળતો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે, તે જોતા પશ્ચિમ એશિયામાં હવે 'પરમાણુ યુદ્ધ'નો ખતરો વધુ વાસ્તવિક જણાવા લાગ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઈરાનના પરમાણુ સંવર્ધન પ્લાન્ટ પર અમેરિકા-ઈઝરાયેલ હવાઈ હુમલાથી વ્યાપક નુકસાન થયું | Achira News