Achira News Logo
Achira News

ઈરાનના મિસાઈલ હુમલાથી કતારની એલ. એન. જી. નિકાસ ક્ષમતાને નુકસાન થતાં વૈશ્વિક ઊર્જા સુરક્ષા કટોકટી ઊભી થઈ

Sandesh
ઈરાનના મિસાઈલ હુમલાથી કતારની એલ. એન. જી. નિકાસ ક્ષમતાને નુકસાન થતાં વૈશ્વિક ઊર્જા સુરક્ષા કટોકટી ઊભી થઈ
Full News
Share:

મધ્ય પૂર્વમાં ચાલી રહેલો ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ હવે વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે કાળ સાબિત થઈ રહ્યો છે. કતારના ઉર્જા મંત્રી અને કતાર એનર્જીના CEO સાદ અલ-કાબીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ઈરાની મિસાઈલ હુમલાઓએ કતારની LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) નિકાસ ક્ષમતાનો 17 ટકા હિસ્સો નષ્ટ કરી દીધો છે. આ ઘટનાને કારણે ભારત સહિત અનેક એશિયન અને યુરોપિયન દેશો માટે ગેસ પુરવઠાનું ગંભીર સંકટ ઊભું થયું છે. અલ-કાબીના જણાવ્યા અનુસાર, આ હુમલાને કારણે કતારને વાર્ષિક આશરે $20 બિલિયન (અંદાજે ₹1.6 લાખ કરોડ) ની આવકનું નુકસાન થશે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે ક્ષતિગ્રસ્ત પ્લાન્ટના સમારકામમાં 3 થી 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ સમયગાળા દરમિયાન દર વર્ષે 12.8 મિલિયન ટન LNGનું ઉત્પાદન અટકી જશે. હુમલામાં કતારની 14 મુખ્ય LNG ટ્રેનોમાંથી બે ટ્રેનો અને મહત્વપૂર્ણ ગેસ-ટુ-લિક્વિડ (GTL) સુવિધાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ કોરિયાના ડેજેઓન (Daejeon) શહેરમાં શુક્રવારે બપોરે એક ઓટો પાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 53 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાંથી 24 લોકોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. શહેરના ફાયર ચીફ નામ ડુક-વુએ ચેતવણી આપી છે કે ફેક્ટરીની અંદર હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે, જેના કારણે જાનહાનિનો આંકડો વધી શકે છે. આગની ઘટના બપોરે આશરે 1:17 વાગ્યે નોંધાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફેક્ટરી પરિસરમાંથી અચાનક વિસ્ફોટના અવાજો સંભળાયા હતા અને થોડી જ વારમાં આખી ઇમારત કાળા અને ગ્રે ધુમાડાના ઘટ્ટ વાદળોમાં ઘેરાઈ ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર કામ કરી રહેલા શ્રમિકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફેક્ટરીમાંથી નીકળતો ભયાનક ધુમાડો માઈલો દૂરથી જોઈ શકાતો હતો. ફાયર ચીફના જણાવ્યા મુજબ, સ્થિતિ એટલી ભયાનક હતી કે કેટલાક લોકોએ જીવ બચાવવા માટે બળતી ઇમારતના ઉપરના માળ પરથી નીચે કૂદકો માર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અન્ય ઘણા લોકો ફેક્ટરીમાં ફેલાયેલા ઝેરી ધુમાડાને કારણે ગૂંગળામણ અનુભવતા બેભાન થઈ ગયા હતા. હાલમાં, અધિકારીઓ તે 14 લોકોની શોધખોળ કરી રહ્યા છે જેઓ આગ લાગી ત્યારે ફેક્ટરીની અંદર હાજર હતા, પરંતુ અત્યારે તેમનો કોઈ પત્તો મળી રહ્યો નથી. આગને કારણે ફેક્ટરીની એક મુખ્ય ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે અને તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. આ જોખમને કારણે ફાયર ફાઇટરો ઇમારતની અંદર પ્રવેશી શક્યા નથી. અત્યારે 250 થી વધુ ફાયર ફાઇટરો અને 100 થી વધુ કટોકટી વાહનો ઘટનાસ્થળે તૈનાત છે. તેમનું મુખ્ય ધ્યાન આગને પડોશની અન્ય ફેક્ટરીઓમાં ફેલાતી અટકાવવા અને પરિસરમાં રહેલા જોખમી કેમિકલ્સને સુરક્ષિત રીતે દૂર કરવા પર છે. આ પણ વાંચોઃ બાળકોના ભણતરથી લઈને ઓફિસના ભોજન સુધી, જાણો 1 April થી બદલાઇ જશે આ નિયમો 'ઓપરેશન એપિક ફ્યુરી'માં, યુએસ સેનાએ B-2 અને F-35 જેવા અદ્યતન સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાના 'ઓપરેશન એપિક ફ્યુરી'એ મધ્ય પૂર્વમાં આતંક મચાવ્યો છે. આ વિશાળ ઓપરેશનનો હેતુ ઈરાની શાસનની સુરક્ષા વ્યવસ્થાને સંપૂર્ણપણે તોડી પાડવાનો હતો. ખાસ કરીને, તાત્કાલિક ખતરો ધરાવતા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અમેરિકાએ આ યુદ્ધમાં વિવિધ પ્રકારના શક્તિશાળી શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. 7800થી વધુ લક્ષ્યો પર હુમલો, 8 હજારથી વધુ લડાઇ ઉડાન પૂર્ણ કરી અને 120થી વધુ ઈરાની જહાજોને નુકસાન પહોંચાડ્યું હતુ. યુએસ વાયુસેનાએ વિશ્વના સૌથી અદ્યતન વિમાનો તૈનાત કર્યા હતા. આ વિમાનો અટક્યા વિના લાંબા અંતર સુધી ઉડી શકે છે અને ચોકસાઈ સાથે પ્રહાર કરી શકે છે. 1. બોમ્બર્સઃ- લાંબા અંતરના, વિશાળ વિનાશ: B-1, B-2 સ્ટીલ્થ અને B-52 બોમ્બર્સ. આ ભારે બોમ્બર્સ છે જે હજારો કિલોગ્રામ બોમ્બ વહન કરવામાં સક્ષમ છે. B-2 સ્ટીલ્થ બોમ્બર દુશ્મન રડાર માટે સંપૂર્ણપણે અદ્રશ્ય છે. 2. B-2 સ્પિરિટઃ- તે રડારથી છુપાયેલા દુશ્મનને શોધી લે છે. પરમાણુ અને ચોકસાઇવાળા બોમ્બ ફેંકી શકે છે. આ વિશ્વનો સૌથી અદ્યતન સ્ટીલ્થ બોમ્બર છે. જે હવાઈ સંરક્ષણથી બચી શકે છે. 3. B-1B લેન્સરઃ- ખૂબ જ ઊંચી ગતિએ નીચા સ્તરે ઉડે છે. તેની તાકાત એક જ સમયે મોટી માત્રામાં બોમ્બ ફેંકવાની ક્ષમતામાં રહેલી છે. તેની વિશેષતા એ છે કે તેને બોમ્બ ટ્રક કહેવામાં આવે છે. 4. B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસઃ- લાંબા અંતરથી ક્રુઝ મિસાઇલો અને બોમ્બ લોન્ચ કરી શકે છે. તેની તાકાત 30+ ટન શસ્ત્રો વહન કરવાની ક્ષમતામાં રહેલી છે. તે 60 વર્ષથી વધુ જૂનું છે. છતાં તે હજુ પણ અત્યંત ખતરનાક છે. અમેરિકાએ આ શક્તિશાળી બોમ્બરનો ઉપયોગ ઈરાનના પરમાણુ સ્થળ પર હુમલો કરવા માટે કર્યો હતો. ફાઇટર જેટ હુમલો અને હવા શ્રેષ્ઠતામાં F-35 લાઈટનિંગ II દુશ્મનને પહેલા શોધવા અને હુમલો કરવા માટે સેન્સર અને AIનો ઉપયોગ કરે છે. તેની તાકાત તેની સ્ટીલ્થ અને બહુ-ભૂમિકા ક્ષમતાઓમાં રહેલી છે. F-22 રેપ્ટર હવામાં દુશ્મન વિમાનનો નાશ કરે છે. તેની તાકાત સુપરક્રૂઝ અને સ્ટીલ્થમાં રહેલી છે. તે વિશ્વનું સૌથી ખતરનાક એર સુપિરિયર ફાઇટર છે. F-22 અને F-35 સ્ટીલ્થ ફાઇટર અદ્રશ્ય વિમાન છે જે દુશ્મન રડારથી બચ્યા વિના હુમલો કરે છે. તેનો ઉપયોગ દુશ્મન ઈરાની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને પહેલા નષ્ટ કરવા માટે કરવામાં આવતો હતો, જેનાથી અન્ય વિમાનો સુરક્ષિત રીતે ઉડાન ભરી શકતા હતા. F-15 - હવાઈ પ્રભુત્વ F-16 - બહુભૂમિકા F-18 - નૌકાદળ કામગીરી શક્તિ: વિશ્વસનીય અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. F-15, F-16, F-18 અને F-35 ફાઇટર જેટ ઝડપી અને બહુભૂમિકા લડવૈયા છે. F-18 નૌકાદળના વિમાનવાહક જહાજોથી ઉડે છે અને ઈરાની જહાજો પર હુમલો કરે છે. ઉચ્ચ-ઊંચાઈની રિકોનિસન્સ પાવર: સમગ્ર દેશનું સર્વેલન્સ RC-135 ફંક્શન, સિગ્નલ ઇન્ટેલિજન્સ પાવર, દુશ્મનની દરેક હિલચાલને કેપ્ચર કરવી U-2 અને RC-135 રિકોન એરક્રાફ્ટ સર્વેલન્સ અને રિકોનિસન્સ કરે છે, લક્ષ્યના સ્થાનને ચોક્કસ રીતે નિર્ધારિત કરે છે જેથી હુમલાઓને ચોક્કસ રીતે લક્ષ્ય બનાવી શકાય. આ પણ વાંચોઃસૌથી વધુ ખુશ દેશોની યાદીમાં ભારતનો ક્રમ કયા સ્થાને?, જાણો ટોપ-10ની યાદીમાં કેટલાયે અમીર દેશોને સ્થાન મળ્યુ નથી. ભારતનો નંબર 116માં સ્થાને આવે છે. વિશ્વના કયા દેશો સૌથી ખુશ છે તે અંગેનો રિપોર્ટ સામે આવ્યો છે. આ યાદીમાં એકપમ અમીર દેશ સામેલ નથી. આ યાદીમાં ફિનલેન્ડ સતત 9માં સ્થાને પોતાનો ક્રમ જાળવીને સ્થિત છે. તો આ તરફ, ભારતનો ક્રમ 116માં સ્થાને આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાનનો ક્રમ ભારતની ઉપર છે. ગયા વર્ષ કરતા આ વર્ષે જનતાએ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં વધુ રુચિ દાખવી છે. આ જ કારણસર ફિનલેન્ડના લોકોએ 10માંથી 7.764 રેટિંગ આપી છે. જે ગયા વર્ષ કરતા 0.375 અંક વધુ છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026 મુજબ ભૂ-રાજનૈતિક તણાવની વચ્ચે 79 દેશએ 2006થી2010 અને 2023થી2025ના આધારે 79 દેશોએ તેમના હેપીનેસમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. આઇસલેન્ડ બીજા ક્રમે છે, ત્યારબાદ ડેનમાર્કનો ત્રીજા નંબર આવે છે. કોસ્ટા રિકા ચોથા ક્રમે અને સ્વીડન પાંચમા ક્રમે છે. નોર્વે છઠ્ઠા ક્રમે, નેધરલેન્ડ સાતમા ક્રમે, ઇઝરાયલ આઠમા ક્રમે, લક્ઝમબર્ગ નવમા ક્રમે અને સ્વિટ્ઝર્લૅન્ડ દસમા ક્રમે છે. વર્લ્ડ હેપીનેસ રેન્કિંગમાં ભારતનું સ્થાન ખાસ પ્રભાવશાળી નથી. ખુશીના સંદર્ભમાં ભારતનું સ્થાન પાકિસ્તાનથી પણ પાછળ છે. ભારતનું રેન્કિંગ 116 અને પાકિસ્તાનનું 104મું છે. જોકે, પાછલા વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતનું સ્થાન સુધર્યું છે. 2024માં તે 126 અને 2025માં 118મું હતું. આનો અર્થ એ થયો કે ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. વિશ્વના ટોચના 10 ખુશ દેશોની યાદીમાંથી ઘણા શ્રીમંત દેશો ગાયબ છે. યુરોપના નોર્ડિક દેશો સૌથી ખુશ છે. વધુમાં, યુદ્ધ અને ગરીબીથી પીડાતા દેશો સૌથી વધુ નાખુશ છે. આ પણ વાંચોઃઆસામમાં થયેલી શોધથી ભારતમાં તેલના કુવાઓ માટે કેવી રીતે ખુલ્યા રસ્તા?, જાણો મધ્ય પૂર્વમાં જ્યારે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે મિસાઈલ યુદ્ધ ખેલાઈ રહ્યું છે, ત્યારે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ રણમેદાનમાં ઉતર્યા વિના જ તેહરાનને મોટો ઝટકો આપ્યો છે. યુએઈએ કોઈ હથિયાર કે મિસાઈલનો ઉપયોગ કર્યા વિના ઈરાનની કરોડરજ્જુ ગણાતા હિઝબુલ્લાહના ફંડિંગ નેટવર્ક પર સીધો પ્રહાર કર્યો છે. શુક્રવારે (20 માર્ચ, 2026) ના રોજ યુએઈની સુરક્ષા એજન્સીઓએ હિઝબુલ્લાહ અને ઈરાન સાથે જોડાયેલા પાંચ મુખ્ય સભ્યોની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. 'ખાલીજ ટાઈમ્સ' ના અહેવાલ મુજબ, ધરપકડ કરાયેલા આ પાંચ સભ્યો લાંબા સમયથી યુએઈમાં રહીને મની લોન્ડરિંગ અને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હતા. તેઓ દુબઈ અને અબુ ધાબી જેવા આર્થિક હબનો ઉપયોગ કરીને હિઝબુલ્લાહ અને ઈરાન વચ્ચે કરોડો ડોલરના ભંડોળનું સંચાલન કરતા હતા. યુએઈની સુરક્ષા એજન્સીએ દાવો કર્યો છે કે આ ધરપકડો સાથે તેમણે એક એવા આતંકવાદી નેટવર્કનો નાશ કર્યો છે જે વૈશ્વિક અર્થતંત્રમાં ઘૂસણખોરી કરી રહ્યું હતું. આ કાર્યવાહી ઈરાન માટે મોટો ફટકો છે કારણ કે વર્તમાન યુદ્ધમાં હિઝબુલ્લાહ ઈરાન વતી ઈઝરાયેલ સામે લડી રહ્યું છે. યુએઈની સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સભ્યોનો ધ્યેય યુદ્ધ દરમિયાન વૈશ્વિક અર્થતંત્રને નબળું પાડવાનો હતો. જો તેઓ સફળ થયા હોત, તો તેનાથી યુએઈની પોતાની અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન થઈ શક્યું હોત. હિઝબુલ્લાહ લાંબા સમયથી યુએઈમાં સક્રિય હોવા છતાં, યુદ્ધ દરમિયાન લેવાયેલું આ કડક પગલું ઈરાન માટે સ્પષ્ટ ચેતવણી છે. ઈરાન સમગ્ર મધ્ય પૂર્વમાં અસ્થિરતા ફેલાવવા માટે હિઝબુલ્લાહ, હુથી અને હમાસ જેવા પ્રોક્સી સંગઠનોનો ઉપયોગ કરે છે. અગાઉ યુએઈ પર આરોપ લાગતા હતા કે તે ઈરાનને ગેરકાયદે તેલ વેચવામાં કે ફંડ ટ્રાન્સફરમાં મદદ કરે છે, પરંતુ ઈરાનના તાજેતરના આક્રમક વલણથી અબુ ધાબી હવે ગુસ્સે ભરાયું છે. ગલ્ફ દેશોએ નક્કી કર્યું છે કે તેઓ સીધા મિસાઈલ હુમલામાં ઉતરીને પ્રાદેશિક યુદ્ધને ભડકાવશે નહીં, પરંતુ ઈરાનના આર્થિક સ્ત્રોતોને નિશાન બનાવીને તેને અંદરથી નબળું પાડશે. આ પણ વાંચોઃ Strait of Hormuz સંકટ વચ્ચે નેતન્યાહૂએ આપ્યા સારા સમાચાર, દુનિયાને મળશે રાહત વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના વધતા ભાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિશ્વને રાહત આપતા સમાચાર આપ્યા છે. 20 માર્ચ, 2026 ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દાવો કર્યો હતો કે ઈરાન સાથેનું યુદ્ધ લોકોની ધારણા કરતા ઘણું વહેલું સમાપ્ત થઈ શકે છે. નેતન્યાહૂએ મક્કમતાથી જણાવ્યું કે ઈરાનની સૈન્ય અને પરમાણુ ક્ષમતા હવે પાયમાલ થઈ ચૂકી છે. નેતન્યાહૂએ ઈરાનના આંતરિક વહીવટ પર સવાલો ઉઠાવતા કહ્યું કે, હાલમાં તેહરાન પર કોનું શાસન છે તે જ અસ્પષ્ટ છે. આયાતુલ્લા ખામેનેઇના સંભવિત અનુગામી મોજતબા ખામેનેઇ હજુ સુધી જાહેરમાં આવ્યા નથી, જે ઈરાની શાસન વ્યવસ્થામાં સર્જાયેલા ઉચ્ચ સ્તરીય તણાવ અને વિખવાદનો સંકેત આપે છે. નેતન્યાહૂના મતે, ઈરાન હવે યુરેનિયમનું સંવર્ધન કરવા કે નવી બેલિસ્ટિક મિસાઈલો બનાવવા માટે સક્ષમ રહ્યું નથી, જેના કારણે તેના વિનાશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઇઝરાયલ અમેરિકાને યુદ્ધમાં ખેંચી રહ્યું હોવાના આરોપોને નકારતા નેતન્યાહૂએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ કર્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો કે, "શું કોઈ ડોનાલ્ડ ટ્રમ્પને કહી શકે છે કે તેમણે શું કરવું જોઈએ?" તેમણે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ હંમેશા અમેરિકાના હિતને સર્વોપરી રાખીને નિર્ણયો લે છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે યુએસ અને ઇઝરાયેલી ગુપ્તચર એજન્સીઓ સહિયારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરી રહી છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા ઉભા કરવામાં આવેલા અવરોધો અંગે નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો બંધ કરીને સમગ્ર વિશ્વને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેના આ પ્રયાસો ક્યારેય સફળ થશે નહીં. તેમણે ખુલાસો કર્યો કે ઇઝરાયલે ઈરાનના અસલુયે ગેસ કોમ્પ્લેક્સ પર સ્વતંત્ર રીતે હુમલો કર્યો હતો, પરંતુ ટ્રમ્પની વિનંતીને માન આપીને હાલમાં વધુ હુમલાઓ અટકાવવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ 5 વર્ષ સુધી ગેસ પુરવઠાની India પર પડી શકે છે અસર! કતારના ઉર્જા મંત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ઈરાનના મિસાઈલ હુમલાથી કતારની એલ. એન. જી. નિકાસ ક્ષમતાને નુકસાન થતાં વૈશ્વિક ઊર્જા સુરક્ષા કટોકટી ઊભી થઈ | Achira News